રેશનકાર્ડ ધારકો માટે ગુજરાત સરકારનો સારો નિર્ણય હવે નહીં ખાવા પડે ધક્કા અને થશે રાશનકાર્ડ ધારકો ફાયદો

રેશનકાર્ડ ધારકો માટે ગુજરાત સરકારનું મોટું નિર્ણય હવે નહીં ખાવા પડે ધક્કા અને થશે આટલું ફાયદો ગુજરાત સરકારે રાજ્યના રાશનકાર્ડ ધારકોના હિતમાં એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમનો મુખ્ય હેતુ સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિઓ અને દુકાનદારોની મનમાનીને રોકવાનો છે. આ નિયમથી રાજ્યના લાખો રાશનકાર્ડ ધારકોને સુવિધા મળશે અને તેમને સમયસર અને પૂરતું અનાજ મળી રહેશે.

રેશનકાર્ડ ગુજરાત નવા નિયમની મુખ્ય બાબતો Ration card rules in gujarat

  • લાયસન્સ ફરજિયાત: હવેથી ગુજરાતમાં સસ્તા અનાજની દુકાન ચલાવવા માટે લાયસન્સ હોવું ફરજિયાત બનશે. જે દુકાનદારો પાસે લાયસન્સ નથી તેમની દુકાનો બંધ કરવામાં આવશે.
  • દુકાનદારોની હાજરી: દુકાનદારોએ દુકાન પર હાજર રહેવું ફરજિયાત બનશે. દરેક દુકાન પર બાયોમેટ્રિક હાજરી લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
  • રજા માટે મંજૂરી: દુકાનદારો રજા લેવા માટે મામલતદાર પાસેથી મંજૂરી લેવી પડશે.
  • અન્ય વ્યક્તિને દુકાન ભાડે આપવી બંધ: દુકાનદારો અન્ય વ્યક્તિને પોતાની દુકાન ભાડે આપી શકશે નહીં.
  • દુકાન બંધ રાખવા માટે પુરવઠા અધિકારીને જાણ: દુકાન બંધ રાખવા માટે દુકાનદારે પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે.

ભારતીય નૌકાદળ ભરતી ધોરણ 12 માટે નોકરી ની તક 69000 પગાર જાણો સંપૂર્ણ માહિતી

રેશનકાર્ડ ગુજરાત નવા નિયમથી કોને ફાયદો થશે? Ration card rules in gujarat

  1. રાશનકાર્ડ ધારકો: આ નિયમથી રાશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતું અનાજ મળી રહેશે.
  2. સરકાર: આ નિયમથી સરકારને સસ્તા અનાજના વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવામાં મદદ મળશે.

રેશનકાર્ડ ગુજરાત નવા નિયમથી કોને નુકસાન થઈ શકે?

લાયસન્સ વગરના દુકાનદારો: જે દુકાનદારો પાસે લાયસન્સ નથી તેમની દુકાનો બંધ કરવામાં આવશે.
દુકાનદારો જેઓ મનમાની કરતા હતા: જે દુકાનદારો ગ્રાહકો સાથે અન્યાય કરતા હતા અથવા ગમે ત્યારે દુકાન બંધ રાખતા હતા તેમને આ નિયમથી મુશ્કેલી પડી શકે છે.

Leave a Comment