Ikhedut portal 2025 Power Tiller Sahay Yojana પાવર ટીલર સહાય ₹60,000 સુધીની સીધી સહાય મેળવો! આપણા દેશના ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ લાવી રહી છે, જેથી ખેતી ખર્ચ ઓછો થાય અને પાક ઉત્પાદન વધે. એવું જ એક મહત્વપૂર્ણ પગલું છે – Power Tiller Sahay Yojana 2025 Above 8 BHP, જે હેઠળ ખેડૂતોને પાવર ટીલર ખરીદી માટે રાજય સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના iKhedut Portal Gujarat પર ઓનલાઈન અરજી માટે ઉપલબ્ધ છે અને આ સહાય મેળવવાથી ખેડૂતોએ ખેતીના સાધનો વધુ સરળતાથી મેળવી શકશે.
Power Tiller Sahay Yojana 2025
વિગતો | માહિતી |
---|---|
યોજના નામ | પાવર ટીલર સહાય યોજના (8 BHP થી વધુ) |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગુજરાતના જમીન ધરાવનારા ખેડૂત |
સહાય રકમ | ₹60,000 સુધી (જ્ઞાતિવાર માપદંડ મુજબ) |
વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન – iKhedut Portal પરથી |
પાવર ટીલર સહાય અરજી માટે જરૂરી દસ્તાવેજો:
- જમીનનો 7/12 દાખલો
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (જરૂરી મુજબ)
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- સહકારી મંડળી અથવા દૂધ મંડળીના સભ્યપદનું પ્રમાણ
- Tribal Farmer માટે રેકગ્નિશન સર્ટિફિકેટ
પાવર ટીલર સહાય યોજના રકમ – કયા પ્રકારના ખેડૂતોને કેટલી સહાય?
ક્રમ | યોજના કોડ | કેટેગરી | સહાય રકમ |
---|---|---|---|
1 | HRT-14 | અનુ. જનજાતિ | ₹60,000 સુધી (50%) |
2 | HRT-2 | સામાન્ય ખેડૂત | ₹45,000 સુધી (40%) |
3 | HRT-3 | અનુસુચિત જનજાતિ | ₹60,000 સુધી (50%) |
4 | HRT-4 | અનુસુચિત જાતિ | ₹60,000 સુધી (50%) |
5 | HRT-9 | સામાન્ય | ₹45,000 સુધી (40%) |
6 | HRT-13 | SCSP માટે | ₹60,000 સુધી (50%) |
Power Tiller Sahay Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- Google પર “ikhedut portal” સર્ચ કરો.
- અધિકૃત વેબસાઈટ ખોલો.
- “યોજના” વિભાગમાં જઈ “ખેતીવાડી યોજનાઓ” પસંદ કરો.
- “Power Tiller Above 8 BHP” યોજનાને પસંદ કરો.
- “Apply” બટન પર ક્લિક કરો.
- રજિસ્ટર્ડ ખેડૂત હોય તો આધાર નંબર અને મોબાઈલ નંબરથી લોગિન કરો.
- માહિતી ભરો અને અરજી “સેવ” તથા “કન્ફર્મ” કરો.
- અરજી નમ્બર સાથે પ્રિન્ટ કાઢો.
ikhedut Portal Status કેવી રીતે જોવા?
અરજીની સ્થિતિ તપાસો વિભાગ દ્વારા તમે તમારી અરજીની સ્થિતિ જોઈ શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
પાવર ટીલર સહાય કેટલી મળે છે?
જો તમે અનુ. જાતિના ખેડૂત છો તો ₹60,000 સુધી, અને સામાન્ય ખેડૂતો માટે ₹45,000 સુધી મળે છે.
શું Tribal Farmers માટે અલગ સહાય છે?
હા, Tribal Farmers માટે વિશેષ સબસિડી દર છે.
અરજી ક્યારે સુધી કરી શકાય?
યોજના ચાલુ વર્ષ દરમિયાન મંજૂરી મળતા જ અરજી કરવી.