Sardar Patel Awas Yojana 2025 Gujarat:સરદાર પટેલ આવાસ યોજના (SPAY) ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને ગરીબી રેખા નીચે (BPL) રહેતા પરિવારોને ઘરની માલિકી સત્તા પ્રાપ્ત કરવામાં મદદ કરવાનું છે. આ યોજનાથી માત્ર મકાન પૂરું પાડવામાં નથી આવતું, પણ પાયાના આધારીત સુવિધાઓ જેવી કે પાણી, વીજળી અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
સરદાર પટેલ આવાસ યોજના 2025 લાભો:
સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ વિશે વાત કરીએ તો જે ગરીબ પરિવારના લોકો છે જેમને રહેવા માટે ઘર નથી અને ખેત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને સરકાર દ્વારા સરદાર સરદાર આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે
સરદાર પટેલ આવાસ યોજના 2025 લાભ લેવા માટે પાત્રતા:
- ફક્ત ગ્રામ્ય વિસ્તારોના ગરીબીરેખા નીચે (BPL) જીવતા લોકો માટે.
- પોતાનું પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
- સરકારની કોઈ પણ અન્ય રહેઠાણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- પિયતવાળી જમીન: અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ.
- બિનપિયતવાળી જમીન: એક હેક્ટરથી વધુ ન હોવી જોઈએ.
- પતિ કે પત્ની કે બંનેમાંથી કોઇને પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
- તેવા બંનેમાંથી ફક્ત એક વ્યકિત જ લાભ લઈ શકે છે.
- છેલ્લાં પાંચ વર્ષથી તે જ ગામમાં રહેવું જરૂરી છે.
- જો લાભાર્થી મૂળ ગામથી બહાર રહેતો હોય, તો તે ગામના સરપંચ પાસેથી “આ વ્યક્તિએ અમારી ગામમાં સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી” એવો દાખલો લાવવો ફરજિયાત છે.
- બી.પી.એલ. ની વ્યાખ્યામાં આવતો દાખલો જરૂરી છે.
- આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળી શકે છે.
કુંવરબાઈનું મામેરું સહાય યોજના હેઠળ દીકરીના લગ્ન પ્રસંગે 12 હજાર રૂપિયાની સહાય મળશે
સરદાર પટેલ આવાસ યોજનાની સહાયની માહિતી:
- મકાન બાંધકામ માટે સહાય:
- એક યુનિટની કુલ કિંમત: ₹54,500
- સરકારી સહાય: ₹45,000
- લાભાર્થી શ્રમફાળો: ₹7,000
- ટોઇલેટ બ્લોક માટે સહાય:
- કુલ સહાય: ₹2,500
- સરકારી સહાય: ₹2,200
- લાભાર્થી શ્રમફાળો: ₹300
સરદાર પટેલ આવાસ યોજના 2025 જરૂરી દસ્તાવેજો:
- BPL પત્ર (ગ્રામીણ વિસ્તારોમાં)
- ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા મતદાર કાર્ડ.
- સરનામાનો પુરાવો: રેશન કાર્ડ, વીજળી બિલ.
- મકાન અથવા પ્લોટ ન હોવાના દસ્તાવેજો.
- આવક પ્રમાણપત્ર.
- સરપંચનું પ્રમાણપત્ર: તે સૂચવે છે કે અરજદારને અગાઉ આ યોજના માટે લાભ આપવામાં આવ્યો નથી.
સરદાર પટેલ આવાસ યોજના 2025 અરજી પ્રક્રિયા: Sardar Awas Yojana online apply 2025 Gujarat
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- ફોર્મમાં આવશ્યક વિગતો ભરીને આવક અને અન્ય દસ્તાવેજો જોડો.
- ફોર્મને તાલુકા/જિલ્લા અધિકારી અથવા પંચાયત માં સબમિટ કરો.
અરજીફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવર વેબસાઈટ પર જવા | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા | અહીં ક્લિક કરો |