અમદાવાદ | બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવે નવો ઇતિહાસ રચ્યો છે. પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ સીધો ₹3 લાખને પાર પહોંચી ગયો છે. ગુજરાત સહિત દેશભરમાં રોકાણકારો અને વેપારીઓ માટે આ આંકડો ચોંકાવનારો અને યાદગાર બની રહ્યો છે. silver rate today Silver rate today India Rs 3 lakh
એક વર્ષમાં જ ભાવમાં ઝંપલાવાળો ઉછાળો
જાન્યુઆરી 2025માં ચાંદીના ભાવ લગભગ ₹86,000 પ્રતિ કિલોથી શરૂ થયા હતા. મધ્ય જાન્યુઆરીમાં તે ₹92,000 થી ₹95,000 સુધી પહોંચ્યા અને મહિના અંતે થોડો ઘટાડો થઈ ₹90,000 થી ₹93,000 આસપાસ સ્થિર રહ્યા હતા.
પરંતુ જાન્યુઆરી 2026માં સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હાલ ચાંદીના ભાવ ₹3 લાખ પ્રતિ કિલો પાર જઈ ચૂક્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે.
શા માટે ચાંદી એટલી મોંઘી બની?
ચાંદીના ભાવ વધવાના પાછળ કેટલાક મજબૂત કારણો સામે આવ્યા છે –
- ઔદ્યોગિક માંગમાં વધારો: સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
- વૈશ્વિક અસ્થિરતા: આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાની અછત અને ડોલરના મૂલ્યમાં ઉતાર-ચઢાવ.
- રોકાણકારોની પસંદગી: સોનાની સાથે હવે ચાંદી પણ સલામત રોકાણ તરીકે લોકોની પસંદ બની રહી છે.
વેપારીઓ અને રોકાણકારોમાં ચર્ચા
બુલિયન માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓ કહે છે કે, જો વૈશ્વિક માંગ આવી જ રહી, તો ચાંદીના ભાવ હજી વધુ ઊંચા સ્તરે પહોંચી શકે છે. રોકાણકારોમાં પણ હવે ચાંદી પ્રત્યે નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચાંદીનો આ ભાવ વધારો માત્ર આંકડો નથી, પરંતુ બજારમાં બદલાતી દિશાનો સ્પષ્ટ સંકેત છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં ચાંદી ફરી કોઈ નવો રેકોર્ડ બનાવે છે કે નહીં.













