કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર: ડીએ 60% થવાની શક્યતા, ટૂંક સમયમાં જાહેરાત

DA Hike Update 60%

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી જે ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે, તે હવે પૂરી થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ સરકાર તરફથી ટૂંક સમયમાં ડીએમાં 2 ટકાનો વધારો જાહેર થઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવે, તો હાલના 58% ડીએ વધીને સીધું 60% સુધી પહોંચી જશે. DA Hike Update 60%

હાલમાં મળતા આંકડા અને મોંઘવારીના સૂચકાંક (AICPI Index)ના આધારે કર્મચારીઓમાં 2% વધારાની જ વધુ શક્યતા માનવામાં આવી રહી છે. આ વધારાથી લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો લાભ મળશે.

DA Hike Update 60% જાહેરાત ક્યારે થશે?

પાછલા વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે સરકાર સામાન્ય રીતે માર્ચના અંતિમ સપ્તાહ અથવા એપ્રિલની શરૂઆતમાં ડીએની જાહેરાત કરે છે. 2025માં 28 માર્ચે, 2024માં 7 માર્ચે અને 2023માં 24 માર્ચે આ જાહેરાત થઈ હતી. આથી, આ વર્ષે પણ ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે.

માર્ચની સેલેરીમાં મળશે વધારો?

જોકે જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે, પરંતુ માર્ચની સેલેરીમાં વધારેલો ડીએ મળવાની શક્યતા ઓછી છે. પહેલા કેબિનેટની મંજૂરી, પછી સત્તાવાર જાહેરનામું અને ત્યારબાદ વિભાગીય પ્રક્રિયા પૂર્ણ થતી હોવાથી થોડો સમય લાગી શકે છે.

એરીયર ક્યારે મળશે?

અંદાજ મુજબ, કર્મચારીઓને એપ્રિલની સેલેરી સાથે વધારેલો ડીએ અને એરીયર મળવાની શક્યતા છે.

8મો પગાર પંચ પણ ચર્ચામાં

આ સાથે જ 1 જાન્યુઆરીથી 8મો પગાર પંચ અમલમાં આવી ગયો છે, પરંતુ તેની સંપૂર્ણ ભલામણો આવવા માટે હજુ 14 થી 18 મહિના લાગી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment