Pan Card Update Deadline 1 April 2026 ક્યારેક આપણે એક નાનો મુદ્દો અવગણીએ છીએ… અને પછી એ જ વાત મોટું નુકસાન કરી જાય છે. હવે PAN Card સાથે પણ એવું જ કંઈક થવાનું છે.
જો તમે PAN Card વાપરો છો — તો આ વાત ધ્યાનથી વાંચજો. કારણ કે 1 એપ્રિલ 2026 પછી PAN અને Aadhaarમાં નામ mismatch હશે તો તમારું PAN Card રદ થઈ શકે છે. આ માત્ર નિયમ નથી… આ તમારા બેંક, ટેક્સ અને ફાઈનાન્સિયલ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે.
PAN-Aadhaar નામ mismatch કેમ ખતરનાક છે?
ઘણા લોકો પાસે PAN Card અને Aadhaar Card બંને છે…
પણ નામમાં થોડો ફરક હોય છે — જેમ કે spelling error, middle name missing, અથવા લગ્ન પછી નામ બદલાયું હોય.
જો બંનેમાં નામ એકસરખું નહીં હોય:
- તમારું PAN Card Inactive અથવા Cancel થઈ શકે
- પછી તમે બેંકિંગ, ITR, કે કોઈપણ ફાઈનાન્સિયલ કામ નહીં કરી શકો
છેલ્લી તારીખ – 1 એપ્રિલ 2026
- 1 એપ્રિલ 2026 પહેલા તમારે PAN અને Aadhaarમાં નામ match કરાવવું જ પડશે.
- જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો, તો પછી સમસ્યા વધી શકે છે — અને ફરી એક્ટિવેટ કરાવવું મુશ્કેલ બની શકે છે.
ઘર બેઠાં 5 મિનિટમાં PAN Card અપડેટ કેવી રીતે કરવું?
તમે તમારા મોબાઇલથી ઘરે બેઠાં જ આ કામ કરી શકો છો.
- સૌ પ્રથમ, તમને Protean (NSDL) અથવા UTIITSLની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
પછી “Changes or Correction in existing PAN Data” વિકલ્પ પસંદ કરવો પડશે. - ત્યારબાદ તમારે તમારી કેટેગરી પસંદ કરી અને નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરવી પડશે.
- ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક ટોકન નંબર મળશે — તેને સાચવી રાખવો.
- હવે e-KYC અથવા e-Sign વિકલ્પ પસંદ કરશો, જેથી OTP દ્વારા વેરિફિકેશન સરળ બની જાય.
- પછી તમે જે માહિતી સુધારવી છે તે પસંદ કરીને સાચી માહિતી દાખલ કરશો.
ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ₹110 ફી ચૂકવવી પડશે. - અંતમાં OTP દ્વારા e-sign પૂર્ણ કરશો — અને તમારું કામ થઈ જશે.
કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે?
- જ્યારે તમે PAN અપડેટ કરો છો, ત્યારે તમને કેટલાક પુરાવા જરૂરી પડશે.
- તમારી ઓળખ માટે આધાર કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા રેશન કાર્ડ કામ આવી શકે છે.
- એડ્રેસ પ્રૂફ માટે વીજળી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક પણ ચાલશે.
- જો તમે જન્મ તારીખ સુધારવા માંગો છો, તો જન્મ પ્રમાણપત્ર, માર્કશીટ અથવા પાસપોર્ટ ઉપયોગી રહેશે.
- લગ્ન પછી નામ બદલ્યું હોય તો મેરેજ સર્ટિફિકેટ અને કાયદેસર નામ બદલ્યું હોય તો ગજેટ નોટિફિકેશન જરૂરી બને છે.













