રેશન કાર્ડ માત્ર એક કાર્ડ નથી—ઘણા પરિવાર માટે એ સસ્તું અનાજ, સરકારની યોજનાઓ અને ઓળખનો આધાર છે. જો તમારા ઘરે હજી સુધી રેશન કાર્ડ નથી, તો તમે હવે સહેલાઈથી ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો. new ration card apply gujarat
ગુજરાતમાં રેશન કાર્ડ માટે અરજી સામાન્ય રીતે Food and Civil Supplies Department Gujarat દ્વારા કરવામાં આવે છે.
નવું રેશન કાર્ડ બનાવવા માટે જરૂરી પુરાવા
અરજી કરતા પહેલા નીચેના બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખશો તો પ્રક્રિયા સરળ બની જાય:
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- જુનું રેશન કાર્ડ (જો હોય) અથવા નામ કમીનો દાખલો
- ચુંટણીકાર્ડ (Voter ID) ની નકલ
- પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડની નકલ
- સરનામું પુરાવા (લાઈટ બિલ / વેરા બિલ / ભાડા કરાર)
- બેંક ખાતાની પાસબુક
- ગેસ બિલ અથવા ગેસ ડાયરી
- જન્મ દાખલા અથવા સ્કૂલ Leaving Certificate (LC)
અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step)
1. ઑનલાઇન અરજી કરો:
ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ અથવા ડિજિટલ સેવા પોર્ટલ પર જઈને ફોર્મ ભરો.
2. ઑફલાઇન અરજી:
તમારા નજીકના જન સેવા કેન્દ્ર (Jan Seva Kendra) અથવા તાલુકા કચેરીમાં જઈને ફોર્મ ભરી શકો છો.
3. ડોક્યુમેન્ટ અપલોડ/સબમિટ કરો:
બધા જરૂરી પુરાવા જોડો.
4. ચકાસણી પ્રક્રિયા:
સરકાર તરફથી વેરિફિકેશન થશે.
5. રેશન કાર્ડ ઇશ્યૂ થશે:
બધું સાચું હોય તો થોડા દિવસમાં તમારું રેશન કાર્ડ તૈયાર થઈ જશે.
રેશન કાર્ડ અલગ કરવા માટે જરૂરી પુરાવા
જો તમે જુદા રહેતા હો અને અલગ રેશન કાર્ડ બનાવવા માંગતા હો, તો નીચેના ડોક્યુમેન્ટ જરૂરી રહેશે:
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- જુનું રેશન કાર્ડ
- ચુંટણીકાર્ડની નકલ
- આધાર કાર્ડ (બધા સભ્યોના)
- સરનામું પુરાવા (લાઈટ બિલ / ભાડા કરાર)
- એફિડેવિટ (અલગ રહેવાની પુષ્ટિ માટે)
- બેંક પાસબુક
- ગેસ બિલ / ગેસ ડાયરી
- જન્મ દાખલા અથવા LC
રેશન કાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે શું જોઈએ?
ઘણા લોકોને આ બાબતમાં કન્ફ્યુઝન રહે છે. જો બાળકનું નામ ઉમેરવું હોય તો આ ડોક્યુમેન્ટ જરૂરી છે:
- ઓરિજિનલ રેશન કાર્ડ
- રેશન કાર્ડની નકલ
- માતા-પિતાનું આધાર કાર્ડ
- બાળકનું આધાર કાર્ડ
- બાળકનો જન્મ દાખલો
ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો
- બધા ડોક્યુમેન્ટમાં નામ અને સરનામું એકસરખું હોવું જોઈએ
- ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ થઈ શકે
- મોબાઇલ નંબર સાચો આપવો—OTP માટે જરૂરી છે













