કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE દ્વારા 10મા ધોરણનું પરિણામ 2026 સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ જે આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે હવે રાહ પૂરી થઈ ગઈ છે. CBSE 10th Result 2026 Declared
આ વર્ષે કુલ 93.70% વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ખુબ જ સારો પરિણામ માનવામાં આવે છે.
ક્યાંથી ચેક કરશો તમારું CBSE 10મું રિઝલ્ટ?
વિદ્યાર્થીઓ નીચેના પ્લેટફોર્મ પરથી સરળતાથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે:
- સત્તાવાર વેબસાઈટ: cbse.gov.in
- પરિણામ વેબસાઈટ: results.cbse.nic.in
- UMANG App
- DigiLocker
CBSE 10th Result 2026 Website Direct Link
CBSE 10th Result 2026 Digilocker Link
DigiLocker માંથી રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો?
જો તમારું APAAR ID પહેલેથી CBSE સાથે લિંક છે, તો તમારું કામ બહુ સરળ છે:
- DigiLocker માં લોગિન કરો (આધાર નંબરથી)
- “Issued Documents” સેકશનમાં જાઓ
- ત્યાંથી તમારું 10મું માર્કશીટ ડાઉનલોડ કરો
જો APAAR ID નથી, તો પહેલા એકાઉન્ટ બનાવવું પડશે.
વેબસાઈટ પરથી રિઝલ્ટ ચેક કરવાની સરળ રીત
ચાલો સીધી વાત કરીએ — રિઝલ્ટ ચેક કરવું બહુ સરળ છે:
- results.cbse.nic.in વેબસાઈટ ખોલો
- “Class 10th Result 2026” પર ક્લિક કરો
- તમારું Roll Number / School Number / Admit Card ID નાખો
- Submit કરો
- તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે
ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટ જરૂર રાખજો










