ભારતીય રેલવેમાં નોકરી કરવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. Railway Recruitment Board દ્વારા Assistant Loco Pilot (ALP) ભરતી 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન હેઠળ દેશભરના અલગરેલવે ઝોનમાં કુલ 11,127 જગ્યાઓ ભરવામાં આવશે. RRB ALP ભરતી 2026
ઇચ્છુક અને લાયક ઉમેદવારો 15 મે 2026થી ઓનલાઈન અરજી કરી શકશે.
Railway ALP Recruitment 2026 અરજી કરવાની છેલ્લી તારીખ
RRB ALP ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અંતિમ તારીખની રાહ જોયા વગર સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.
Railway ALP Recruitment 2026 કોણ કરી શકશે અરજી?
આ ભરતી માટે ઉમેદવારનો ઓછામાં ઓછો 10મો ધોરણ પાસ હોવો જરૂરી છે. સાથે સંબંધિત ટ્રેડમાં ITI અથવા ત્રણ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા હોવો જોઈએ. કેટલાક ટેકનિકલ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી માટે પાત્ર ગણાશે.
Railway ALP Recruitment 2026 વય મર્યાદા
અનરિઝર્વ અને EWS વર્ગ માટે
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
OBC વર્ગ માટે
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 33 વર્ષ
SC/ST વર્ગ માટે
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 35 વર્ષ
કેવી રીતે કરશો અરજી?
ઉમેદવારોએ સૌથી પહેલા Indian Railways Official Website પર જવું રહેશે.
ત્યારબાદ ALP Recruitment લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા બાદ એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી ભરવું રહેશે. છેલ્લે ફી ચૂકવી ફોર્મ સબમિટ કરવું પડશે.
RRB ALP ભરતી 2026 મુખ્ય ઝોન મુજબ જગ્યાઓ
- South Eastern Railway – 1531 જગ્યાઓ
- East Coast Railway – 1625 જગ્યાઓ
- Northeast Frontier Railway – 1276 જગ્યાઓ
- Central Railway – 1400 જગ્યાઓ
- Northern Railway – 740 જગ્યાઓ
- East Central Railway – 700 જગ્યાઓ
- South Central Railway – 674 જગ્યાઓ
- West Central Railway – 541 જગ્યાઓ
Railway ALP Recruitment 2026 કેટલી મળશે સેલેરી?
ALP પદ પર પસંદ થયેલા ઉમેદવારોને 7મા વેતન પંચ મુજબ Pay Level-2 હેઠળ પગાર આપવામાં આવશે. શરૂઆતની બેઝિક સેલેરી અંદાજે ₹19,900 રહેશે. અન્ય ભથ્થાં ઉમેરાતા કુલ સેલેરી વધુ થઈ શકે છે.
Railway ALP Recruitment 2026 કેવી રીતે થશે પસંદગી?
ભરતી પ્રક્રિયામાં CBT-1, CBT-2, CBAT (Aptitude Test), Document Verification અને Medical Test સામેલ રહેશે. અંતિમ પસંદગી મેરિટ અને મેડિકલ ફિટનેસના આધારે કરવામાં આવશે.












