જો તમે પણ સરકારી નોકરી સાથે દેશ સેવા કરવાનો જુસ્સો રાખો છો તો તમારા માટે આ એક મોટી તક બની શકે છે. કારણ કે Central Reserve Police Force દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનના પદો માટે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. જો તમે 10 પાસ છો તો હમણાંથી જ તમારા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો જેથી અરજી શરૂ થયા બાદ ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે.
શારીરિક લાયકાત CRPF Constable Recruitment 2026
પુરુષ ઉમેદવારો માટે
| વર્ગ | લંબાઈ | છાતી |
|---|---|---|
| General/OBC/EWS | 170 સે.મી | 80-85 સે.મી |
| SC વર્ગ | 162.5 સે.મી | 76-81 સે.મી |
મહિલા ઉમેદવારો માટે
| વર્ગ | લંબાઈ |
|---|---|
| General/OBC/EWS | 157 સે.મી |
| SC વર્ગ | 150 સે.મી |
CRPF Constable Recruitment 2026 કોણ કરી શકે અરજી?
આ ભરતી માટે એવા ઉમેદવારો અરજી કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય. ડ્રાઈવર પદ માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે અન્ય તમામ પદો માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 23 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
11,127 જગ્યાઓ | 10 પાસ/ITI માટે મોટી ભરતી
શૈક્ષણિક લાયકાત શું છે?
અલગ અલગ પદ માટે ખાસ લાયકાત
| પદનું નામ | લાયકાત |
|---|---|
| કોન્સ્ટેબલ ડ્રાઈવર | 10 પાસ + માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ |
| મોટર મિકેનિક | 10 પાસ + 2 વર્ષનું ITI ડિપ્લોમા |
| અન્ય ટ્રેડ્સમેન પદો | 10 પાસ + સંબંધિત કામનો અનુભવ |
| Pioneer Wing | 10 પાસ + ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ |
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થશે?
આ ભરતી અભિયાન દ્વારા કુલ 9195 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવારો માટે 9116 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે 79 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
આ ભરતીમાં ડ્રાઈવર માટે 3176 જગ્યાઓ, મોટર મિકેનિક માટે 739 જગ્યાઓ, માળી માટે 142 જગ્યાઓ, કારપેન્ટર માટે 123 જગ્યાઓ, ટેલર માટે 197 જગ્યાઓ, બ્રાસ બેન્ડ માટે 175 જગ્યાઓ, પાઈપ બેન્ડ માટે 48 જગ્યાઓ, બગલર માટે 1274 જગ્યાઓ, નાઈ માટે 231 જગ્યાઓ, હેર ડ્રેસર માટે 3 જગ્યાઓ, પેઈન્ટર માટે 84 જગ્યાઓ, કુક માટે 1426 જગ્યાઓ, મોચી માટે 118 જગ્યાઓ, સફાઈ કર્મચારી માટે 547 જગ્યાઓ, વોટર કેરિયર માટે 529 જગ્યાઓ, વોશરમેન માટે 363 જગ્યાઓ, મેસન માટે 13 જગ્યાઓ અને ઇલેક્ટ્રિશિયન માટે 7 જગ્યાઓ સામેલ છે.
CRPF Constable Recruitment 2026 અરજી કેવી રીતે કરવી?
CRPF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. અરજી કરવા માટે ઉમેદવારે CRPF ની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે
વેબસાઈટ પર ગયા પછી Recruitment વિભાગમાં જઈ સંબંધિત ભરતીની લિંક પર ક્લિક કરવું રહેશે. ત્યારબાદ ઉમેદવારે પોતાની તમામ માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવું પડશે. પછી અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા રહેશે. છેલ્લે અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવી.
CRPF Constable Recruitment 2026 જરૂરી ડોક્યુમેન્ટ
અરજી માટે આધાર કાર્ડ, 10મીની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી, જાતિ પ્રમાણપત્ર, ITI સર્ટિફિકેટ, અનુભવ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી રહેશે.












