GSRTC કંડકટર ભરતી 2026 GSRTC Conductor Bharti 2026 ગુજરાતના નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 4318 કંડક્ટરની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 5 જુલાઈ 2026 સુધી અરજી કરી શકશે.
કોણ અરજી કરી શકે?
કંડક્ટર ભરતી માટે ઉમેદવાર પાસે નીચેની લાયકાત હોવી જરૂરી છે:
- ધોરણ 12 પાસ
- RTO દ્વારા માન્ય કંડક્ટર લાઇસન્સ
- બેજ (Badge) ફરજિયાત
- ઉંમર 18 થી 35 વર્ષ
- અનામત વર્ગને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ
GSRTC Conductor Bharti 2026 પરીક્ષા પદ્ધતિ
ભરતી માટે OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે.
OMR પરીક્ષા
- કુલ ગુણ: 100
- સમય: 1 કલાક
- નેગેટિવ માર્કિંગ લાગુ પડશે
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે
કેટેગરી પ્રમાણે જગ્યાઓ
| કેટેગરી | જગ્યાઓ |
|---|---|
| બિન અનામત | 1562 |
| EWS | 768 |
| SEBC | 565 |
| SC | 314 |
| ST | અનામત મુજબ |
| મહિલા અનામત | 431 |
| દિવ્યાંગ ઉમેદવાર | 90 |
વિષયવાર ગુણ
| વિષય | ગુણ |
|---|---|
| સામાન્ય જ્ઞાન અને ગુજરાત | 20 |
| ગુજરાતી વ્યાકરણ | 12 |
| અંગ્રેજી વ્યાકરણ | 12 |
| ગણિત | 20 |
| કમ્પ્યુટર જ્ઞાન | 20 |
| રોડ સેફ્ટી | 10 |
GSRTC Conductor Bharti 2026 પગાર કેટલો મળશે?
ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના વર્ષોમાં ફિક્સ માસિક પગાર આપવામાં આવશે.
| પોસ્ટ | માસિક પગાર |
|---|---|
| ડ્રાઈવર | ₹18,500 |
| કંડક્ટર | ₹18,500 |
GSRTC કંડકટર ભરતી 2026 અરજી ક્યાં કરવી?
ઉમેદવારો OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
વેબસાઇટ: ojas.gujarat.gov.in












