જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, અમદાવાદ દ્વારા ૧૧ માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ એન.સી.ડી. પ્રોગ્રામ માટે કરવાનું છે. આ જગ્યાઓ હંગામી છે અને ૧૧ માસ માટે ફિક્સ પગાર પર કોન્ટ્રાક્ટ પર લેવામાં આવશે. arogyasathi registration 2024
ભરતીની જગ્યાઓ અને ખાલી જગ્યા:
- સ્ટાફ નર્સ: 04
- કાઉન્સેલર (NCD): 07
- ઓડીયોમેટ્રીશ્યન: 07
- ઓડીયો મેટ્રીક આસિસ્ટન્ટ: 01
- અરજી કરવાની અંતિમ તારીખ: 18 ઓક્ટોબર, 2024, રાત્રે 12.00 વાગ્યા સુધી.
arogyasathi registration 2024 અરજી કેવી રીતે કરવી:
લાયકાત ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી જ કરવા પાત્ર રહેશે. અરજી માટેની લીંક આ છે: https://arogyasathi.gujarat.gov.in.
ફક્ત આ સોફ્ટવેરથી મળેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ટપાલ, કુરિયરના માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.
આ જાહેરાત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવી છે.