ઝાલોદ તાલુકામાં પિતા અને સગીર પ્રેમીના કૃત્યથી લોકોમાં ફિટકાર પિતાએ લોહીનો સંબંધ લજવ્યો! દીકરી પર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી ઝાલોદના એક ગામની કિશોરીને તેના પિતાએ જ અવારનવાર પોતાની વાસનાનો શિકાર બનાવી હોડ હતી. એટલું જ નહીં ગામમાં હાર ઓતી એક સગીર છોકરો પણ આ કિશોરીની એકલતાનો લાભ લઈ અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. Raped her daughter and made her pregnant
આ સગીર છોકરો કિશોરીનો પ્રેમી તા. હોવાનું જાણવા મળ્યુ છે. ઉચારી સાથે ગત ૧૩ જાન્યુઆરી 2024 બાદથી આ ઘટના બનવાનું શરૂથયુ હતું. તેના કારણે કિશોરીને ગર્ભ પણ રહી ગયો હતો. 16 વર્ષની આ કિશોરીની પખવાડિયા પહેલાં તબિયત બગડતાં દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો.
પરંતુ તે બાળકનું નિધન થતાં પરિવાર દ્વારા તેની દફનવિધિ કરાઈ હતી. જોકે, ત્યાર બાદ 18ઓક્ટોબરની સાંજે કિશોરીની માતાએ પોતાના પતિ અને ગામમાં જ રહેતાં છોકરા દ્વારા અવારનવાર દુધર્મને કર્યાને કારણે તેની દિકરી ગર્ભવતી બની હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે સગીરાના પિતા અને અન્ય એક છોકરા સામે ગુનો દાખલ કરી આગળની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
તોરણીની ઘટના બાદ વધુ એક સગીરા સામે તેના સગા પિતા દ્વારા જ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. કરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. શનિવારે આ કિશોરીનું મેડિકલ ચેક-અપ કરાવાયાનું જાણવા મળ્યું છે.