રાજ્યમાં નબીરાઓ બેફામ બન્યા છે ત્યારે અમદાવાદમાંથી વધુ એક ઘટના સામે આવે છે જેમાં એક નબી રહે નશાની હાલતમાં પાંચ થી છ વાહન ચાલકોને ઠોકરે ચડાવવાનું સામે આવ્યું છે આ નભી રહે એટલી હદે દારૂ પીધેલો હતો કે કારનો અકસ્માત કરીને એક જગ્યાએ બેભાન હાલતમાં પડી ગયો હતો. ત્યારબાદ ભાનમાં આવીને ફરીથી સિગરેટ પીને કાર ચલાવવા લાગ્યો હતો તેમનો વિડીયો હાલ સામે આવતા જ પોલીસે પણ આ નસેડી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે વહેલી સવારે ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આ નબીરા સામે બે મહિના પહેલા પણ દારૂ પીને કાર ચલાવીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવ્યુ છે
આ કાર ચાલકનું નામ રીપલ પંચાલ છે જેમણે ગયા સપ્ટેમ્બર મહિનામાં પણ આ જ રીતની ઘટનાને અંજામ આપી હતી. દારૂ પીને ગાડી ચલાવવાનો તેમજ નશાની હાલતમાં વાહનોને ઠોકરે ચડાવવાનું બનાવો પણ અગાઉ આ નબીરા હસ્તક થયો હોવાનું સામે આવ્યું છે
આજના અકસ્માતની વાત કરીએ તો આરોપી રિપલ પંચાલ પોતાની કાર લઈને ઇસ્કોન બ્રિજ તરફથી આંબલી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન હેરિયર કારને ટક્કર મારી હતી ત્યારબાદ એટલો ન સમ હતો કે તેમણે આગળ ટેમ્પો ચાલકને પણ લીધો હતો અને અન્ય વાહનોને ઠોકર માર્યા હોવાનો સમાચાર પણ સામે આવી રહ્યા છે, આ ઘટનામાં જાનહાની ના સમાચાર સામે નથી આવ્યા પરંતુ પોલીસે દારૂ પીને ગાડી ચલાવી તેમજ મોંમાંથી કેફી પીણું પીધાની તીવ્ર વાસ આવતી હોવાથી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન ગેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી