ભાવનગર જિલ્લામાં કલા મહાકુંભ 2024: સંગીત, નૃત્ય અને કલાત્મક સ્પર્ધાઓનું આયોજન ભાવનગર, 02 ડિસેમ્બર: ગુજરાત સરકાર અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષ પણ કલા મહાકુંભ 2024નું આયોજન થવાનું છે. આ કાર્યક્રમની પ્રવૃત્તિઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે, જેમાં યુવાનો અને વિવિધ વયજૂથના કલાકારો માટે 37 અલગ-અલગ સ્પર્ધાઓ થશે. Kala Mahakumbh 2024 Bhavnagar
કલા મહાકુંભ 2024 રજીસ્ટ્રેશન અને સ્પર્ધાઓના સમયગાળા:
રજીસ્ટ્રેશન ફોર્મ 01 ડિસેમ્બર 2024થી 20 ડિસેમ્બર 2024 દરમિયાન ભરવાનું રહેશે. સ્પર્ધાઓમાં 6-14 વર્ષ, 15-20 વર્ષ, 21-59 વર્ષ અને 60 વર્ષથી વધુના વયજૂથના કલાકારો ભાગ લઈ શકે છે.
Kala Mahakumbh 2024 Bhavnagar સાંસ્કૃતિક કૃતિઓનું વર્ગીકરણ:
આ વર્ષની ખાસિયત એ છે કે વિવિધ કક્ષાએ થતી સ્પર્ધાઓમાં સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકલા, નિબંધ લેખન, વકતૃત્વ કલા અને શાયરી જેવા કૃતિઓનો સમાવેશ થયો છે.
- તાલુકા કક્ષાએ: સુગમ સંગીત, રાસ, લોકનૃત્ય, એકપાત્રી અભિનય, તબલા જેવી 14 સ્પર્ધાઓ.
- જિલ્લા કક્ષાએ: ભરતનાટ્યમ, ચિત્રકલા, કથ્થક, શાસ્ત્રીય સંગીત સહિત 9 કૃતિઓ સીધી યોજાશે.
- પ્રદેશ કક્ષાએ: ઓડીસી, મોહીની અટ્ટમ, વાયોલિન વગેરે 7 કૃતિઓ.
- રાજ્ય કક્ષાએ: પખવાજ, સરોદ, રાવણહથ્થો વગેરે 7 કૃતિઓની સ્પર્ધા.
- કન્વીનર નોડલ પોઈન્ટ્સ:
કલાકારોને તેમના તાલુકાના કન્વીનર સાથે સંપર્ક સાધી રજીસ્ટ્રેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે. કેટલીક મુખ્ય કન્વીનર સ્થળો છે:
ભાવનગર: બી.આર.સી. ભવન સિદસર – કલ્પેશભાઈ પંડ્યા
શિહોર: ગુરુકૂલ હાઈસ્કૂલ સોનગઢ – મહાસુખભાઈ ભટ્ટ
ઉમરાળા: ડી.જી.પી. હાઈસ્કૂલ ધોળા – માણસુરભાઈ કામળીયા