અમેરિકા-ચીન ટેરિફ યુદ્ધે સોનાના ભાવમાં લાવ્યું તોફાન: ભાવ ₹92,000 પાર

Sona No Bhav Aaje

અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધે સોનાના ભાવમાં લાવ્યું તોફાન: 10 ગ્રામ ભાવ ₹92,000 પાર 1 tola sona no bhav Gujarat 10 એપ્રિલ, 2025 – અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ઊથલપાથલ સર્જાઈ છે, જેના અસરરૂપે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં પહેલી વાર MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹92,000ને પાર ગયો છે. સ્થાનિક બજારમાં પણ 24 કેરેટ સોનાનો દર ₹90,000થી વધુ રહ્યો.

ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ ₹92,000 પાર

વિશ્વભરમાં છવાયેલા આર્થિક અનિશ્ચિતતાને પગલે સોનામાં રોકાણ વધ્યું છે. ગુરુવારે MCX પર કારોબાર દરમિયાન 5 જૂને એક્સપાયર થતી ડિલિવરી માટે સોનાનો ભાવ ₹92,400 સુધી પહોંચ્યો, જો કે પછી થોડો ઘટાડો થઈને ₹92,050 પર બંધ થયો. આ રકમ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ માનવામાં આવે છે.

સોમવારથી અત્યાર સુધી ₹5,472નો ઉછાળો

આ અઠવાડિયાની શરૂઆતમાં MCX પર સોનાનો ભાવ ₹86,928 હતો. માત્ર ચાર દિવસમાં, ગુરુવારે સુધીમાં આ ભાવ ₹92,400 થયો છે. એટલે કે સોનું ₹5,472 મોંઘું થયું છે.

સ્થાનિક બજારમાં સોનાના હાલના ભાવ (IBJA અનુસાર)

  • 24 કેરેટ (10 ગ્રામ): ₹90,160
  • 22 કેરેટ: ₹88,000
  • 20 કેરેટ: ₹80,240
  • 18 કેરેટ: ₹73,030

Join WhatsApp

Join Now

Leave a Comment