ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. 200ના બદલે રૂ. 300 સુધી સહાય આપવામાં આવશે. વધતા મટીરીયલ અને મજૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. Tar Fencing Yojana Gujarat 2026
નાના ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ
અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ક્લસ્ટર જરૂરી હતું. પરંતુ હવે સરકારે આ મર્યાદા ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દીધી છે. જેના કારણે નાના અને મધ્યમ ખેડૂતોને પણ સરળતાથી યોજનાનો લાભ મળી શકશે.
રાજ્યના કૃષિ મંત્રી Jitu Vaghani એ જણાવ્યું કે ઘણા ખેડૂતો ક્લસ્ટર નિયમના કારણે સહાયથી વંચિત રહી જતા હતા. હવે નવા નિર્ણયથી વધુ ખેડૂતોને સીધી મદદ મળશે.
તાર ફેન્સીંગ યોજના 2026 હવે કેટલી સહાય મળશે?
| વિગત | જૂનો દર | નવો દર |
|---|---|---|
| પ્રતિ રનિંગ મીટર સહાય | ₹200 | ₹300 |
| સહાયની મર્યાદા | ખર્ચના 50% સુધી | ખર્ચના 50% સુધી |
1 લાખ અરજીઓને મળશે મંજૂરી
સરકારે આઈ-ખેડૂત પોર્ટલ પર આવેલી અંદાજે 1 લાખ અરજીઓને ચોમાસા પહેલાં મંજૂરી આપવાની તૈયારી શરૂ કરી છે. યોજના માટે ₹240 કરોડનું ભંડોળ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જરૂર પડશે તો વધારાનું ભંડોળ પણ ફાળવવામાં આવશે. તાર ફેન્સીંગ યોજના 2026 જરૂરી દસ્તાવેજો
તાર ફેન્સીંગ યોજના 2026 કેવી રીતે અરજી કરવી?
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
ખેડૂતો માટે મોટી રાહત
તાર ફેન્સિંગ ખર્ચ સતત વધતા ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો હતો. હવે સહાયમાં વધારો અને ક્લસ્ટર મર્યાદા ઘટાડાતા હજારો ખેડૂતોને સીધો ફાયદો મળશે અને પાકને પશુઓથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે.











