કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) ના દરો સુધારવા માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક આંકડાઓનો આધાર લે છે. આ સુધારા સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવે છે, જેની જાહેરાત ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે. 7th Pay Commission DA Hike 2025
હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2024 થી 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, અને નવા દરો જાન્યુઆરી 2025 થી લાગુ પડશે. 2024માં, જાન્યુઆરીમાં 4% અને જુલાઈમાં 3% નો વધારો કરવામાં આવ્યો હતો. 2025માં પણ 3 થી 4%ના વધારાની ધારણા છે, અને આ વધારાની
મોંઘવારી ભથ્થું 56 ટકા સુધી પહોંચી શકે છે: DA વધારો 2025
જુલાઈ 2024 થી 46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. નવા દર જાન્યુઆરી 2025 થી લાગુ થશે, જે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના AICPI ઇન્ડેક્સના આંકડા પર આધારિત રહેશે. હાલના જુલાઈથી ઓક્ટોબર સુધીના ડેટા અનુસાર, AICPI ઇન્ડેક્સ સ્કોર 144.5 પર છે અને DA સ્કોર 55.05% છે.
આ આંકડાઓ મુજબ, DAમાં 3%નો વધારો થશે, જેનાથી DA 53% થી વધીને 56% થશે. નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ બાકી છે, જેની જાહેરખબર જાન્યુઆરીમાં થશે. આ પછી, ફાઈનલ વધારો નક્કી કરવામાં આવશે.
ડીએ વધારા પર પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે જાણો
ઓલ-ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW) ના 12-મહિનાના સરેરાશના આધારે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) વધારો નક્કી થાય છે. સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આ ભથ્થાઓમાં સુધારો કરે છે.
DAની ગણતરી:
- કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે: DA% = [(છેલ્લા 12 મહિના માટે AICPI (આધાર વર્ષ 2001 = 100) ની સરેરાશ – 115.76)/115.76] x 100
- જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે: DA% = [(છેલ્લા 3 મહિના માટે AICPI (આધાર વર્ષ 2001 = 100) ની સરેરાશ – 126.33)/126.33] x 100
ઉદાહરણ તરીકે,
- ૧૮,૦૦૦ રૂપિયાના લઘુત્તમ પગાર પર 3% DA વધારા પર 540 રૂપિયાનો વધારો થશે.
- ૨,૫૦,૦૦૦ રૂપિયાના મહત્તમ પગાર પર 7,500 રૂપિયાનો વધારો થશે.
પેન્શનરો માટે પણ આ વધારો લાભદાયક છે:
પેન્શનમાં 270 રૂપિયાથી લઈને 3,750 રૂપિયાનો વધારો શક્ય છે, જે તેમના મૂળ પેન્શનના આધારે નક્કી થાય છે.