Square Breaking News | તા. 13 મે, 2025 | ગુજરાત છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવે લોકોને ગાડાં કરી દે હતા. સતત ભાવ વધારા બાદ હવે સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. મે 2025 ના બીજા અઠવાડિયામાં, સોનું લગભગ 3 મહિનામાં સૌથી સસ્તું બન્યું છે. આ ઘટાડો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળ્યો છે. Gold Rate Today
સોનાના ભાવમાં 3,400 રૂપિયાનું તીવ્ર ગાબડું!
આજ રોજ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં એકદમ કડાકો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ 3,400 રૂપિયા ઘટીને 96,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે 99.5% શુદ્ધતાવાળું સોનું 96,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.
રાજ્યના 27 જિલ્લામાં ફરી ગાજવીજ સાથે વરસાદ
કારણ શું છે?
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારી ટેંશનમાં શાંતિવાટો થતાં અને અમેરિકા દ્વારા ચીની આયાત પર ટેરિફ વધારાને 90 દિવસ માટે રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં સોનાની માંગ ઘટી છે. રોકાણકારો હવે સોનાની સ્થિરતા કરતાં નફો બુક કરીને બહાર નીકળી રહ્યાં છે.
10 મહિનાનો સૌથી મોટો ઘટાડો!
આ અગાઉ 23 જુલાઈ 2024ના રોજ સોનામાં 3,350 રૂપિયાનો ઘટાડો થયો હતો. તે પછી આજે સૌથી મોટો પતન નોંધાયો છે. શનિવારે 99,950 રૂપિયે બંધ થયેલું સોનું આજે 3,400 રૂપિયા ઘટ્યું છે.
ચાંદી પણ સસ્તી થઈ!
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો મુજબ ચાંદી હવે 99,700 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.