GST Registration Process in Gujarat 2025 GST રજિસ્ટ્રેશન તમારો વાર્ષિક ટર્નઓવર ₹40 લાખથી વધુ હોય અથવા ₹20 લાખથી વધુ (પર્વતીય/વિશેષ રાજ્યો) હોય.તો તમારે GST રજિસ્ટ્રેશન કરવું પડે છે એક રાજ્ય માંથી બીજા રાજ્ય માં વેચાણ માટે ,તમને કોઈ ઓનલાઈન વેબ સાઈટ દ્વારા કામ કરો છો તો પણ જરૂર પડે છે GST
GST રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ GST registration documents
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બિઝનેસ એડ્રેસ પ્રૂફ (ઇલેક્ટ્રીસિટી બિલ/રેન્ટ એગ્રીમેન્ટ)
- બેંક એકાઉન્ટ
GST રજિસ્ટ્રેશન ઓનલાઇન પ્રોસેસ GST Registration Process Online
GST માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ સરળ છે. નીચે દરેક પગલું વિગતવાર સમજાવ્યું છે:
- જાઓ GST પોર્ટલ પર Services > Registration > New Registration પસંદ કરો
- Generate Temporary Reference Number (TRN) “Taxpayer” પસંદ કરો
- રાજ્ય અને જિલ્લો પસંદ કરો PAN નંબર, ઇમેલ આઈડી અને મોબાઇલ નંબર દાખલ કરો મળેલા OTPની મદદથી TRN જનરેટ કરો
- એપ્લિકેશન ફોર્મ ભરો
- TRN દાખલ કરો અને ફરીથી OTP વેરિફાય કરો હવે સંપૂર્ણ અરજી ફોર્મ ખુલી જશે
એપ્લિકેશનમાં નીચેની માહિતી ભરો:
- Business Details: ટ્રેડ નામ, બિઝનેસ પ્રકાર (Proprietorship/LLP/Private Ltd. etc.)
- Promoter/Partner Details: માલિક/પાર્ટનરનું નામ, PAN, આધાર અને ફોટો
- Principal Place of Business: બિઝનેસનું એડ્રેસ, રેન્ટ એગ્રીમેન્ટ (જોકે એડ્રેસ ભાડે હોય તો)
- Goods & Services: જે પ્રોડક્ટ કે સર્વિસ વેચો છો તે HSN/SAC કોડ સાથે દાખલ કરો
સબમિટ કરતા પહેલાં માલિકનું આધાર દ્વારા ઓથેન્ટિકેશન કરો
- OTP આધારે આધાર વેરિફિકેશન જરૂરી છે
- અરજી સબમિટ કર્યા બાદ તમને Application Reference Number (ARN) મળશે
- અરજી મંજૂર થયા પછી 3-7 કામકાજી દિવસમાં 15 અંકનો GSTIN નંબર અને સર્ટિફિકેટ ઇમેલ દ્વારા પ્રાપ્ત થશે
GSTIN શું છે?
GSTIN (Goods and Services Tax Identification Number) એ 15 અંકનો યૂનિક નંબર હોય છે, જે રાજ્ય કોડ, PAN અને એક યૂનિક સંખ્યાના સંયોજનથી બનેલો હોય છે. આ નંબર તમારા બિઝનેસને ઓળખવા માટે ઉપયોગ થાય છે.
તારણ (Conclusion)
GST રજિસ્ટ્રેશન 2025માં દરેક નાનાં-મોટાં વેપારીઓ માટે આવશ્યક બની ગયું છે – ખાસ કરીને જો તમે ઑનલાઇન પોર્ટલ્સ સાથે જોડાયેલા હોવ, ઇન્ટરસ્ટેટ ટ્રેડ કરો છો, કે તમારા ટર્નઓવર ઉપરોક્ત મર્યાદા કરતા વધારે છે. ઉપર જણાવેલ પગલાંઓનું પાલન કરીને તમે સરળતાથી GST માટે રજિસ્ટર કરી શકો છો.
Gujarat government