Stock Market Closing: શેરબજારમાં સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોએ આજે 7.26 લાખ કરોડ ગુમાવ્યા,મોટાપાયે ઉથલ-પાથલ

Stock Market Closing: શેરબજારમાં છેલ્લા બે દિવસથી રોકાણકારો માટે ખૂબ જ પડકાર જનક પર્ફોમસ જોવા મળી રહ્યું છે આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે હવે શેર બજારમાં આઠમાં દિવસે પણ તૂટ્યા હતા. સાર્વત્રિક વેચાણ વાલીના માહોલ વચ્ચે હવે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી રહી છે  આ સાથે જ સૌથી નાના સ્મોલ કેપ અને મીડકેપ ઇન્ડેક્સ 3% થી વધુ તૂટતા રોકાણકારો મૂંઝાયા હતા અને ઘણા બધા રોકાણકારોના પૈસા પણ ડૂબી ગયા હતા

આજે સેન્સેક્સ પરફોર્મન્સની વાત કરીએ તો સારું એ ઉપર પહોંચ જોવા મળ્યું હતું છતાં પણ ઘણા બધા શેર તૂટ્યા હતા. આજે ઇન્ટ્રા ડે 1043.42 પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે 199.76 પોઇન્ટના ઘટાડે 75939.21 પર બંધ રહ્યો હતો. એટલું જ નહીં નિફ્ટીમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા હતા નિફ્ટીની ઇન્ટ્રાડે લેવલની વાત કરીએ તો લો લેવલ   22800ની ટેકાની સપાટી તોડી 22774.85  પર પહોંચી ગયું હતું સાથે જ લાર્જ કેપની તુલનાએ સ્મોલ કેપ અને મીડ કેપ શેરોમાં મોટાપાયે મોટા ફેરફાર થતા આજે લગભગ 7.26 લાખ રોકાણકારોએ ગુમાવ્યા હોવાનું  મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે

સ્મોલકેપ સૌથી વધુ 1500 પોઇન્ટ તૂટ્યા

બીજી તરફ સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલકેપ અને મેડકેપ શેરોમાં પણ મોટા ઘટાડા જોવા મળ્યા હતા. ઇન્ટ્રાડે અને ઇન્ડેક્સ ક્રમાંક 1522.44 પોઇન્ટ અને 1056.32 પોઇન્ટ તૂટ્યો  હતો જેથી ઘણા બધા  રોકાણકારોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે સાથે જ ઘણા બધા એવા પણ શેર છે જેમ કે પી એસ યુ રિયાલિટી અને પાવર શેરોમાં પણ ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટ્યા હતા જેથી શેર બજારમાં આજે રેડ ઝોનમાં આખું રહ્યું હતું રોકાણકારો પણ મૂંઝાયા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment