Reliance Industries Bonus Shares 2024:મુકેશ અંબાણીની કંપની 1 શેર પર 1 શેર મફતમાં રિલાયન્સના શેરધારકોને મોટી ભેટ મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) હવે બોનસ શેર આપવા જઈ રહી છે. મુકેશ અંબાણી ની કંપની રિલાયન્સ કંપનીએ એક શેર પર એક શેર મફતમાં એટલે કે બોનસ આપવાની જાહેરાત કરી છે કંપનીના બોર્ડ સભ્યો દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બોનસ શેર કંપનીમાં મફત રોકડ અનામત માહિતી આપવામાં આવશે જે ગુરુવારે શેર બજારમાં માહિતી આપવામાં આવી હતી
બોનસ શેર મુકેશ અંબાણી ની કંપનીએ આના પહેલા 2017 અને 2009માં 1:1 ના પ્રમાણમાં શેર આપવામાં આવ્યા હતા અને હવે ફરીથી શેઠ બોનસ આપવાની જાહેરાત કરી છે
કંપનીના શેરની સ્થિતિ
આજના ઉછાળા પછી, સ્ટોક 8 જુલાઈ, 2024 ના રોજ ₹3,217.90 ના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી માત્ર 4.4 ટકા દૂર છે. દરમિયાન, તે 26 ઓક્ટોબર, 2023 ના રોજ ₹2,221.05 ના 52-સપ્તાહની નીચી સપાટીથી 38 ટકાથી વધુ વધારે છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોક લગભગ 24 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 19 ટકા વધ્યો છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે 29 ઓગસ્ટ, 2024ના રોજ તેની 47મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન કરી રહી છે.
બોનસ શેર શું છે?
અમે તમને જણાવી દઈએ કે બોનસ શેર એ વધારાના શેર છે જે કંપની તેના વર્તમાન શેરધારકોને કોઈપણ વધારાના ખર્ચ વિના જારી કરે છે. તે શેરહોલ્ડર પહેલેથી જ ધરાવે છે તે શેરની સંખ્યા પર આધારિત છે. આ ચોક્કસ ગુણોત્તરમાં વિતરિત કરવામાં આવે છે, જેમ કે 1:1 ના ગુણોત્તરનો અર્થ છે દરેક શેર માટે એક વધારાનો શેર. જો કોઈ કંપની 1:1 બોનસ ઈશ્યૂની જાહેરાત કરે છે, તો 100 શેર ધરાવનાર શેરધારકને વધારાના 100 શેર મળશે, જે તેની કુલ હોલ્ડિંગ 200 શેર સુધી લઈ જશે.