Sing Oil Price in Rajkot: સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવમાં થયો આટલો વધારો, જાણો શું છે? નવો ભાવ

Sing Oil Price in Rajkot: સીંગતેલ અને કપાસિયાના ભાવમાં મોટા ફેરફાર થયા છે  ખેડૂતોને મગફળીના ભાવ ઘણા સમયથી પ્રતિ 20 કિલોના રૂપિયા 1220 સુધી મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ છેલ્લા દસ દિવસથી ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી તેમ છતાં હવે સીંગતેલના ભાવમાં ₹50 નો વધારો ઝીંકવામાં આવ્યો છે આ ભાવ સીંગતેલ પ્રતિ ૧૫ કિલોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ સિવાય કપાસીયાના ભાવમાં પણ સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે કપાસના ભાવ પણ નીચા પ્રતિમળ મહત્તમ રૂપિયા 1500 થી નીચા રહેવા છતાં તેલના ભાવમાં પણ દસ દિવસમાં રૂપિયા 45 નો વધારો થયો છે પામેલના કે જેનો ઉપયોગ ઘર વપરાશમાં નથી હોતો તેમ છતાં પણ તેમનો ઉપયોગ મોટાભાઈ મોટા જથ્થામાં કરવામાં આવતું હોય છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે

ગુજરાતમાં આમ તો દર વર્ષે સિંગતેલના ભાવમાં મોટા પાયે ફેરફાર થતો હોય છે સામાન્ય ફેરફારથી લઈને વધારે ફેરફાર જોવા મળતો હોય છે ગુજરાતમાં દર વર્ષે અગાઉ 30 લાખ ટન મગફળી પાકતી તેના બદલે હવે ત્રણ વર્ષ દરમિયાન ખૂબ સારા વરસાદના કારણે મગફળીનું સારું એવું ઉત્પાદન થયું છે આ વર્ષે એટલે કે 2024 અને 2025 ના વચલા ગાળા દરમિયાન છેલા દ્વિતીય અંદાજ મુજબ રાજ્યમાં વીક્રમે 52.72 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે

સીંગતેલ અને મગફળીનું ઉત્પાદન પણ વધ્યું છે પરંતુ ભાવમાં પણ હાલ મોટો ફેરફાર જોવા મળ્યો હશે સીંગતેલ અને કપાસીયા તેલમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષ બાદ વર્ષે સીંગતેલ વ્યાજબી ભાવે મળી રહ્યું છે જ્યારે ખેડૂતોને ઓછા ભાવમાં પણ મળતા સરકારને મગફળીના આ વર્ષે વધારે ખરીદી ટેકાના ભાવે કરી હતી હાલમાં જે લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ કરે છે પોતાના રસોડા સુધી લઈ જાય છે તેમના માટે થોડોક ભાવ વધારો કરવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment