વતનનું સ્થળ મેળવવા ઉમેદવારો 3 લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 7 – હજાર જેટલી વિદ્યાસહાયકોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અરજી પ્રક્રિયામાં એવી _ વિગત બહાર આવી છે કે, 2022માં – ભરતી કરાયેલા વિદ્યાસહાયકો = વતન મેળવવા માટે 3 લાખ બોન્ડ – અને એક મહિનાનો રૂ. 26 હજાર – પગાર મળીને કુલ 3.26 લાખ ભરવા – તૈયાર થઈ ગયા છે. Candidates ready to pay 3 lakh rupees to get seat of Vidyasahayak Vatan
– વર્ષ 2024ની હાથ ધરાયેલી – પ્રક્રિયાના ઉમેદવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેમણે રાજ્ય સરકારે = ભરતીના નિયમો બદલીને પસંદ – ઉમેદવારો ફરી અરજી કરી ન શકે
તેવી જોગવાઇ કરવી જોઇએ તેવી માગ કરી છે. આવી સ્થિતિ રહેશે તો જે ઉમેદવારોની ભરતી થઈ ગઈ છે તેમની ફરીવખત ભરતી થતા તેમની જગ્યા ખાલી પડશે અને નવા ઉમેદવારની એક તક છીનવાશે.
વિદ્યાસહાયકોની ભરતીમાં સરકાર ભરતીના નિયમો બદલાવે અથવા તો ભરતી કરાયેલા ઉમેદવારો માટે આકરી શરતો રાખે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. અત્યારે 7 હજાર વિદ્યાસહાયકોની 1થી8માં ભરતી કરવામાં આવી છે. ધો. 1થી5માં 5 હજાર અને ધો.6થી8માં 7 હજાર સહિત 13852 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉમેદવારોના કહ્યા પ્રમાણે અત્યારે સરકારે નવી ભરતીમાં સામેલ થવા માગતા વિદ્યાસહાયકોએ ભરતી પ્રક્રિયામાં પસંદ થઇ ગયા પછી જિલ્લો એટલે કે સ્થળ પસંદગી વખતે રૂ. 3.26 લાખ ભરવાનો નિયમ છે.આથી ઉમેદવારને ખ્યાલ આવી જાય છે કે તેને પસંદ છે તે સ્થળ મળે એટલે તે રકમ ભરે છે અને નવા ઉમેદવારની તક છીનવે છે. જો આ નિયમ બદલીને એવો કરવામાં આવે કે,ફોર્મ ભરતી વખતે જ 3.26 લાખ જમા કરાવવોનો નિયમ કરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારો આવું જોખમ લેવાનું ટાળે અને નવા ઉમેદવારોની નોકરી તક મળે.