Apaar ID Card Online Apply 2025:અપાર આઇડી કાર્ડ કેવી રીતે બનાવવું અને જાણો ડાઉનલોડ પ્રક્રિયા

Apaar ID Card Online Apply 2025

Apaar ID Card Online Apply 2025: અપાર આઇડી કાર્ડ ઓનલાઇન 2025 “અપાર આઈડી કાર્ડ” એટલે કે “ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી” ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક નવી પહેલ છે. આ પહેલ હેઠળ “વન નેશન વન સ્ટુડન્ટ આઈડી” ની વિચારધારા પર કામ કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિદ્યાર્થીઓના તમામ શૈક્ષણિક રેકોર્ડને ડિજિટલ કરવો. વિદ્યાર્થીઓને કોલેજ અને નોકરી માટે શૈક્ષણિક દસ્તાવેજો વહેંચવામાં સરળતા.

અપાર આઇડી કાર્ડ શું છે? What is an apaar ID?

Apar ID માં વિદ્યાર્થીના સંપૂર્ણ શિક્ષણની વિગતો હશે. આ આઈડી કાર્ડમાં વિદ્યાર્થીઓનું લિંગ, જન્મ તારીખ, સરનામું અને તેમના માતા-પિતાનો ફોટો હશે. આ સિવાય તેમાં માર્કશીટ, સર્ટિફિકેટ, ડિગ્રી-ડિપ્લોમા સર્ટિફિકેટ, કેરેક્ટર સર્ટિફિકેટ, સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો જેવા ડેટા પણ હશે.

અપાર આઈડી કાર્ડ 2025 મુખ્ય ફાયદા:

  • ડિજિટલ રીતે શૈક્ષણિક દસ્તાવેજો મળે છે, જે કાગળના દસ્તાવેજો ખોવાઈ જાય એટલે મુશ્કેલી દૂર કરે છે.
  • શાળા, કૉલેજ અને ગ્રેજ્યુએશન સંબંધિત તમામ રેકોર્ડ એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે.
  • અપાર આઈડી કાર્ડનો ઉપયોગ શિષ્યવૃત્તિઓ અને વિવિધ સરકારી લાભો મેળવવા માટે થઈ શકે છે.
  • અપાર આઈડી કાર્ડનો ઉપયોગ નોકરી માટેની અરજી અને ઉચ્ચ શિક્ષણ પ્રવેશમાં ઉપયોગી.
  • અપાર આઈડી કાર્ડનો ઉપયોગ વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂરિયાત દૂર કરવાથી નાણાં અને સમય બચે છે.
  • અપાર આઈડી કાર્ડનો ઉપયોગ વિદ્યાર્થીઓની ઓળખ અને શૈક્ષણિક રેકોર્ડ સરળતાથી ટ્રેક થઈ શકે છે.

કયા વિદ્યાર્થીઓ અપાર આઈડી 2025 બનાવી શકે?

દેશના તમામ વિદ્યાર્થીઓ અપાર કાર્ડ માટે પાત્ર છે. આ કાર્ડ શાળા સ્તરથી લઈને કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુધી દરેકને આપવામાં આવશે.

LIC Golden Jubilee Scholarship Scheme: વાર્ષિક રૂ. 40,000 સુધીની શિષ્યવૃત્તિ મેળવો! જાણો અહીં થી

અપાર આઈડી કાર્ડ 2025 માટે જરૂરી દસ્તાવેજો Documents Required for APAAR ID Card

  • આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર
  • શાળા અથવા કોલેજ રોલ નંબર
  • ઈમેલ આઈડી પણ કેટલાક કિસ્સાઓમાં જરૂરી હોઈ શકે છે.

Apaar ID કાર્ડ 2025 માટે ઓનલાઈન ડાઉનલોડ પ્રક્રિયા અપાર આઇડી કાર્ડ

  • શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જાઓ પછી
  • હોમપેજ પર “Create Your APAAR” અથવા સમાન વિકલ્પ શોધી તેને ક્લિક કરો.

Apaar ID Card Online Apply 2025

  • જરૂરી માહિતી, જેમ કે તમારું નામ, જન્મતારીખ, સરનામું વગેરે, ફોર્મમાં નાખો અને સબમિટ બટન ક્લિક કરો.
  • પછી, તમારું Apaar ID કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • કાર્ડ સ્ક્રીન પર દર્શાય તે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને સેવ કરી લો.

અપાર આઈડી કાર્ડ ઓનલાઇન 2025 અરજી પ્રક્રિયા Apar ID Card Online 2025 Application Process

  • સૌ પ્રથમ, શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ apaar.education.gov.in પર જાઓ.
  • ત્યાં વેબસાઇટ પર જઈને  “Create Your APAAR” વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી એક નવું પેજ ખુલશે ત્યાં જોશો કે “શું કામચલાઉ APAAR નંબર નથી? “નવું બનાવો” વિકલ્પ ઉપલબ્ધ થશે.
  • આ પછી DigiLocker દ્વારા લોગિન કરો.
  • લોગિન કર્યા પછી, જરૂરી માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું Apar ID કાર્ડ જનરેટ થશે.

અપાર આઈડી કાર્ડ લિંક 

For Apply Click Here
For Card Download Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment