સેન્ટ્રલ બેંકમાં 253 જગ્યા, 3 ડિસેમ્બર સુધી અરજી થશે 14મી ડિસેમ્બરે પરીક્ષા લેવાય તેવી સંભાવના

central bank of india bharti 2024

સેન્ટ્રલ બેંકમાં 253 જગ્યા, 3 ડિસેમ્બર સુધી અરજી થશે 14મી ડિસેમ્બરે પરીક્ષા લેવાય તેવી સંભાવના સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 253 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ભરતીમાં ચીફ મેનેજર, સિનિયર મેનેજર, મેનેજર, અને આસિસ્ટન્ટ મેનેજરના પદો માટે ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયાની મુખ્ય માહિતી નીચે મુજબ છે: central bank of india bharti 2024

એજ્યુકેશન રિપોર્ટર | સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ચીફ મેનેજર, સિનિયર મેનેજર સહિતની 253 જગ્યા માટે ભરતી બહાર પડી છે, જેમાં ચીફ મેનેજર માટે 40 વર્ષ, સિનિયર મેનેજર માટે 38 વર્ષ, મેનેજર માટે 33 વર્ષ અને આસી. મેનેજર માટે 27 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામનાર ઉમેદવારોને 2 વર્ષ સુધી પ્રોબેશન પિરિયડ પર મૂકવામાં આવશે અને ત્યાર બાદ તેઓના પર્ફોર્મન્સના આધારે એક વર્ષ સુધીનો એક્સટેન્શન આપવામા આવશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામા આવશે. એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોએ અરજી કરવા ફી તરીકે 175 વત્તા જીએસટી ભરવી પડશે. જ્યારે અન્ય વર્ગના ઉમેદવારોને ફી તરીકે 850 વત્તા જીએસટી ભરવા પડશે. તમામ ઉમેદવારોને ઓફિશિયલ

વેબસાઈટ પર જઈ અરજી કરી તમામ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.

ચીફ મેનેજરને 1.20 લાખ સુધી, સિનિયર મેનેજરને 1.05 લાખ સુધી, મેનેજરને 93 હજાર સુધી અને આસી. મેનેજરના પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારોને 85 હજાર સુધીનો પગાર ચૂકવવામાં આવશે. ૩ ડિસેમ્બર સુધી તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે ઓનલાઈન પરીક્ષાની સંભાવિત તારીખ 14 ડિસેમ્બરે લેવાની રહેશે. આ ઉપરાંત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ઈન્ટરવ્યૂ યોજાવાની શક્યતા છે. પસંદગી પામનાર ઉમેદવારોને મુબંઈ, નવી મુંબઈ અને હૈદરાબાદમાં પોસ્ટિંગ આપવામા આવશે. આ ઉપરાંત કોઈ અન્ય અપડેટ આવશે તો તેના માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી અપડેટ લેવાનું રહેશે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી પગાર :

  1. ચીફ મેનેજર: ₹1,20,000 સુધી
  2. સિનિયર મેનેજર: ₹1,05,000 સુધી
  3. મેનેજર: ₹93,000 સુધી
  4. આસિસ્ટન્ટ મેનેજર: ₹85,000 સુધી

Join WhatsApp

Join Now

Leave a Comment