ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 ધોરણ 11 અને 12, BA, B. Com, B.Sc, એગ્રીકલ્ચર, ITI, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ, M. Phil, PhD વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવાની ઉત્તમ તક digital gujarat scholarship 2024 25 form kevi rite bharvu
ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 OSC ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સ્કીમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજનાનું મુખ્ય કાર્ય ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ આપવાનું છે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના હેઠળ, તમામ શાળાઓ, કોલેજો, ડિપ્લોમા અને તમામ શિક્ષણ સંબંધિત સંસ્થાઓને શિષ્યવૃત્તિ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તેનો મહત્તમ લાભ મેળવી શકે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે યોજનાઓ:
- બીસીક – 80: મેડિકલ, એન્જીનીયરીંગ અને ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય આપવામા આવે છે.
- બીસીક – 79: મેડિકલ અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન થતા ખર્ચો (બીલ) માટે સહાય મળે છે.
- ડીએનટી – 2: મેડિકલ અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસકાળના બીલ માટે સહાય આપે છે.
- બીસીક – 98: એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશિપ માટે સહાય મળવાપાત્ર છે.
- બીસીક – 81: ડૉ. બાબા સાહેબ આંબેડકર અને ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે.
- બીસીક – 325: નિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતીમુક્ત સમુદાયના વિદ્યાર્થીઓને સહાય.
- ટ્યુશન સહાય યોજના: ટ્યુશન ફી માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 OSC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે યોજનાઓ:
- BCK-6.1 (GOI): SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (GOI) હેઠળ સહાય.
- BCK-6.1 (GOI – ફક્ત કાર્ડ વિદ્યાર્થીઓ): SC કાર્ડધારક વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ.
- BCK-10: SC વિદ્યાર્થીઓ માટે ફૂડ બિલ સહાય.
- BCK-11: SC વિદ્યાર્થીઓ માટે M.Phil અને Ph.D માટે ફેલોશિપ યોજનાઓ.
- BCK-12: મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થી જને સાધન સહાય.
- CK-13: ITI અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે SC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઈપેન્ડ.
- BCK-5: માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (2.50 લાખથી વધુ કૌટુંબિક આવકવાળા).
- BCK-7: 11-12માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન (વિજ્ઞાન) માટે સહાય.
- BCK-353: SC વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય.આવે છે.
ગુજરાત સ્કોલરશીપ 2024-25 : ફોર્મ ભરવા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જાણો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 અરજી માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- પ્રવેશ ફીની રસીદ
- છેલ્લી લાયકાતની માર્કશીટ
- જાતિનું પ્રમાણપત્ર
ખાસ નોંધ : તો, ડીજીટલ ગુજરાત સ્કોલરશીપના નવા ફોર્મ તથા Renewal ફોર્મ ભરતી વખતે તમારા Ration Card નું E-KYC (તમારો પોતાનો આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ સાથે લિંક ) ફરજિયાત કરવાનું રહેશે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-25 અરજીની છેલ્લી તારીખ
- અરજીની છેલ્લી તારીખ: 10 નવેમ્બર 2024.