GPSC: ક્લાસ 1, 2ની 102 જગ્યાઓ માટે લેવાયેલી મેઇન્સમાં 743 પાસ

gpsc bharti mains 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે 102 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 743 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા છે. gpsc bharti mains 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને 2ની 102 જગ્યાઓ માટે યોજાયેલી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં 743 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા છે. આને કારણે દરેક જગ્યા માટે સરેરાશ 8 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. 4400 ઉમેદવારો આ મુખ્ય પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 743 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરાયા છે.

અત્યારે ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરાઈ નથી, કેમ કે GPSCના ચેરમેન નલીન ઉપાધ્યાયનું કાર્યકાળ ટૂંક જ સમયમાં પૂરો થવાનું છે, અને નવા ચેરમેન નિમાતા પછી તેઓ પોતાના અનુકૂળ સમય અનુસાર ઇન્ટરવ્યૂનું ટાઇમટેબલ નક્કી કરશે.

જો કોઈ ઉમેદવારને પરિણામ અંગે સમસ્યા હોય, તો તેઓ 30 દિવસની અંદર નક્કી કરેલી ફી ભરીને પેપર ચેક કરાવી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment