Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગની ભરતી: સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. મેડિકલ ક્ષેત્રે સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજ માં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ઉમેદવારો અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તેઓ પણ અરજી કરી શકશે.
ગુજરાત જાહેર સેવા આયોગે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. મેડિકલ ક્ષેત્રે 2 હજારથી વધુ ભરતી કરવામાં આવશે. આ માટેનો એક માહિતી કાર્યક્રમ પણ GPSC દ્વારા જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓને મોજે-દરિયા , 2.86 ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે… પગારમાં થશે આટલો વધારો.
આરોગ્ય વિભાગની ભરતી
જાહેરમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, આરોગ્ય વિભાગની આ સૌથી મોટી ભરતી હશે, જેમાં 2000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. તેની વાત કરીએ તો મેડિકલ ઓફિસર વર્ગ-2ની 1506 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ અને ઈન્સ્યોરન્સ મેડિકલ ઑફિસરની 147 જગ્યાઓ ભરવામાં આવશે.
આ જગ્યાઓ પર ભરતી
- મેડિકલ ઓફિસર વર્ગ II ની 1506 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
- જનરલ સર્જન સ્પેશિયાલિસ્ટની 200 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત
- ચિકિત્સક નિષ્ણાત 227 જગભરતી
- ગાયનેકોલોજી એક્સપર્ટની 273 જગ્યાઓ માટે ભરતી
- વીમા મેડિકલ ઓફિસરની 147 જગ્યાઓ પર ભરતી
ક્લાસ 2ની 1800થી વધુ જગ્યાઓ
- બાયોકેમિસ્ટ્રી: 20
- કોમ્યુનિટી મેડિસિન: 30
- ફોરેન્સિક મેડિસિન: 29
- માઈક્રોબાયોલોજી: 23
- પેથોલોજી: 33
- ફિઝિયોલોજી: 32
- એનાટોમિ: 25
- ફાર્માકોલોજી: 23