જામનગર મહાનગર પાલિકા ફાયર વિભાગમા વિવિધ સંવર્ગની જાહેરાત. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવેલ છે જે પણ ઉમેદવાર મિત્રો ફાયર વિભાગમાં નોકરી કરવા માગતા હોય તેમના માટે એક સુવર્ણ તક છે અને પગાર પણ સારો આપવામાં આવશે Jamnagar Municipal Corporation Fire Department Recruitment
ફાયર વિભાગમાં એવી જ પોસ્ટ માટે અલગ અલગ ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની તમામ માહિતી જેમકે ઉમર મર્યાદા પગાર કેટલો હશે કેટલી ખાલી જગ્યા છે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે જેની સંપૂર્ણ વિગત અમે આ લેખમાં આપેલ છે:
જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ ભરતી મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરુ થવાની તારીખ: 27/01/2025 (બપોરે 12:00 વાગ્યે)
- અરજી ભરવાની અંતિમ તારીખ: 17/02/2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ ભરતી પોસ્ટ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર:
- પગાર ધોરણ: ₹53,100-₹1,67,800
- કુલ જગ્યા: 01
ડિવીઝનલ ફાયર ઓફિસર:
- પગાર ધોરણ: ₹44,800-₹1,42,400
- કુલ જગ્યા: 02
સ્ટેશન ફાયર ઓફિસર:
- પગાર ધોરણ: ₹38,800-₹1,26,600
- કુલ જગ્યા: 03
એડમિનિસ્ટ્રેટિવ મેનેજર:
- પગાર ધોરણ: ₹44,800-₹1,42,400
- કુલ જગ્યા: 01
લીગલ આસિસ્ટન્ટ:
- પગાર ધોરણ: ₹38,800-₹1,26,600
- કુલ જગ્યા: 01
ફાયર ટેકનિશિયન:
- પગાર ધોરણ: ₹18,800-₹93,200
- કુલ જગ્યા: 08
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર:
- પગાર ધોરણ: ₹18,800-₹63,200
- કુલ જગ્યા: 04
Jamnagar Municipal Corporation Fire Department Recruitment લાયકાત
1. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાયકાત:
બી.ઈ./બી.ટેક. (ફાયર/ફાયર એન્ડ સેફટી) અથવા **નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)**માંથી ડીવીઝનલ ફાયર ઓફિસર કોર્સ.
અનુભવ: જો બી.ઈ./બી.ટેક. હોય તો ફાયર ક્ષેત્રે 1 વર્ષનો અનુભવ.
ડીવીઝનલ ફાયર ઓફિસર કોર્સના ઉમેદવાર માટે 3 વર્ષનો સ્ટેશન ઓફિસરનું કાર્યક્ષેત્રનો અનુભવ જરૂરી.
2. ડીવીઝનલ ફાયર ઓફિસર લાયકાત:
બી.ઈ./બી.ટેક. (ફાયર) અથવા બી.એસ.સી. (ફાયર)
નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)માંથી સ્ટેશન ફાયર ઓફિસર કોર્સ અથવા સબ ઓફિસર કોર્સ પાસ.
અનુભવ: 5 થી 20 વર્ષ સુધીના ફાયર સર્વિસનો અનુભવ, અનુભવની આવશ્યકતા પદની લાયકાત મુજબ અલગ છે.
3. એડમિનિસ્ટ્રેટીવ મેનેજર લાયકાત:
બી.ઈ./બી.ટેક. (આઈ.ટી.)
એમ.બી.એ.
અનુભવ:
1 વર્ષનો સરકારી અથવા સમકક્ષ કાર્યક્ષેત્રનો અનુભવ.
4. લીગલ આસિસ્ટન્ટ લાયકાત:
એલ.એલ.બી.
અનુભવ: 2 વર્ષનો કાયદાકીય ક્ષેત્રે અનુભવ.
5. ફાયર ટેકનીશીયન લાયકાત:
નેશનલ ફાયર સર્વિસ કોલેજ અથવા સરકાર માન્ય ફાયર એકેડમીમાંથી સબ ઓફિસર કોર્સ અથવા ફાયરમેન કોર્સ.
અનુભવ: ફાયર સર્વિસમાં 5 વર્ષનો અનુભવ.
6. ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર લાયકાત:
સ્નાતક ડિગ્રી
સી.સી.સી. (કમ્પ્યુટર કોષાલ્ય પ્રમાણપત્ર)
જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ ભરતી અરજી પ્રક્રિયા: Jamnagar Municipal Corporation Fire Department Recruitment Application Process:
- અરજી ફક્ત OJAS વેબસાઈટ પર કરવાની રહેશે: ojas.gujarat.gov.in
- ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો
- પસંદગી પ્રક્રિયા: શારીરિક ચકાસણી, સ્પર્ધાત્મક પરીક્ષા અને ઈન્ટરવ્યૂ
- પગાર ધોરણ: સાતમું પગાર પંચ મુજબ