મહેસાણા જિલ્લાના યુવાનો માટે એક સુવર્ણ તક ઊભી થઈ છે. પરીક્ષા વિના સીધો વોક-ઇન ઈન્ટરવ્યૂમાં ભાગ લઇને સરકારી નોકરી મેળવવાની તક ગુજરાત સરકારના બાળ સુરક્ષા એકમ કચેરી, મહેસાણા દ્વારા આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી jilla bal suraksha ekam bharti gujarat
ભરતીની મુખ્ય માહિતી jilla bal suraksha ekam bharti gujarat
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, મહેસાણા |
જગ્યાઓ | કુલ 13 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
પગાર | ₹11,767 થી ₹33,100 પ્રતિમાસ (પોસ્ટ પ્રમાણે) |
અરજીનો માધ્યમ | વોક-ઇન ઈન્ટરવ્યૂ |
ઈન્ટરવ્યૂ તારીખ | 20 મે અને 21 મે 2025 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે વિવિધ પોસ્ટ મુજબ અલગ-અલગ લાયકાતો છે – જેમાં ધોરણ 10 પાસથી લઈને પોસ્ટગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે તક છે. દરેક પોસ્ટ માટે જરૂરી લાયકાત જાણવા માટે અધિકૃત નોટિફિકેશન ડાઉનલોડ કરો.
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમર ગણતરી જાહેરાતની તારીખ મુજબ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયની જિલ્લા અદાલતોમાં ડ્રાઇવર ભરતી જાહેર.
પગાર ધોરણ
મિશન વાત્સલ્ય યોજના હેઠળ તમામ પોસ્ટ માટે નિર્ધારિત ફિક્સ પગાર રહેશે: ₹11,767 થી ₹33,100 પ્રતિમાસ વિગતવાર પગાર જાણવા માટે અધિકૃત નોટિફિકેશન જુઓ.
વોક-ઇન ઈન્ટરવ્યૂની તારીખ અને સ્થળ
- 20 મે 2025 ઓફિસ ઈન્ચાર્જથી હાઉસ ફાધર સુધી
- 21 મે 2025 હાઉસ ફાધરથી નાઈટ વોચમેન સુધી
ઈન્ટરવ્યૂ સ્થળ:
જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી,
બ્લોક નં. 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા
સમય: સવારે 9:00 વાગ્યે (રજીસ્ટ્રેશન માટે 11 વાગ્યા સુધી આવશ્યક)