નવોદય વિદ્યાલય ધોરણ 9 માં 11 માં પ્રવેશ લેવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે નોંધણી કરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025
નવોદય વિદ્યાલય સમિતિએ ધોરણ 9 અને 11 લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ માટે પ્રક્રિયા શરૂ કરેલ છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને વર્ગ નવમા અને 11 માં JNVST પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે સત્તાવાર સૂચના અનુસાર JNVST પ્રવેશ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે
ધોરણ નવ અને 11 માટે JNVST પ્રવેશ માટે પસંદગી કસોટી આઠ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે પરીક્ષા નો સમય સવારે 11 થી 1.30 રહેશે ધોરણ નવ અને 11 માટે નોંધણી કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ જેમ કે માન્યો ફોટો આઈડી ફોટોગ્રાફ સહી અને વાલીની સહી અને શૈક્ષણિક માર્કશીટ વગેરે અપલોડ કરવાના રહેશે
JNVST ધોરણ 9 અને 11 પરીક્ષા પેટર્ન
JNVST પ્રવેશ 2025 વર્ગ 9 અને 11 ની પસંદગી પરીક્ષા માટે ની પરીક્ષા પેટર્ન બહાર પાડવામાં આવેલ છે NVS પ્રવેશ પરીક્ષા નો સમયગાળો બે કલાક 30 મિનિટનો હશે જેમાં વિકલાંગ વિદ્યાર્થી અને વધારાની 50 મિનિટ આપવામાં આવશે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે
JNVST પ્રવેશ 2025 વર્ગ નવ ની પસંદગી કસોટી માટે પરીક્ષા પેટર્ન માં કુલ 100 ગુણ માટે અંગ્રેજી હિન્દી ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા વિષય નો સમાવેશ થાય છે
તેવી જ રીતે JNVST પ્રવેશ 2025 વર્ગ 11 ની પસંદગી કસોટીમાં માનસિક ક્ષમતા અંગ્રેજી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગણિત નો સમાવેશ થાય છે જેમાં પ્રત્યેક 20 પ્રશ્નો અને 20 ગુણનો સમાવેશ થાય છે જેની કુલ પરીક્ષા બે કલાક 30 મિનિટમાં હોય છે
નવોદય વિદ્યાલય રીઝલ્ટ 2025 Navodaya JNVST Result 2025
નવોદય વર્ગ 6ઠ્ઠી પરીક્ષા 2025 માટે હાજર થયેલા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ તેમના નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પરિણામો 2024 ત્રણ અલગ અલગ રીતે ચકાસી શકે છે:
- ઓનલાઈન પોર્ટલ- www.navodaya.gov.in અથવા www.cbseitms.nic.in દ્વારા
- પસંદગી યાદીઓ અને રાહ યાદીઓનો ઉપયોગ કરવો
- ઑફલાઇન મોડ