પોલીસ બનવા માટે તૈયાર થઇ જાઓ :14,000 થી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે

Police Bharti 2025 14000

પોલીસ ભરતી: બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થસે , હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું Police Bharti 2025 14000

અમદાવાદ: પોલીસ ભરતી માટે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025માં બહાર પડશે, રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી રિટ પિટિશનમાં સરકારે કોર્ટને આપેલી માહિતી મુજબ, વર્તમાન ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી માર્ચ 2025માં પૂર્ણ થશે અને લેખિત પરીક્ષા તથા પરિણામ જુલાઈ 2025માં જાહેર થશે.

પોલીસમાં કુલ 25,660 ખાલી જગ્યાઓ

સરકારી વકીલે જણાવ્યું કે પોલીસમાં કુલ 25,660 ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. પહેલા તબક્કામાં 11,000થી વધુ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે અને તેમાં શારીરિક કસોટી ચાલી રહી છે. આ ભરતી માટે 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે, જેમાંથી 7.45 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવકની 21 હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ શરૂ, 10મું પાસ અરજી કરી શકે છે

ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં જાહેર

બીજા તબક્કાની ભરતી માટે 14,283 ખાલી જગ્યાઓ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે અને આ પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હાઈકોર્ટે સરકારને ભરતી પ્રક્રિયા કેલેન્ડરની ટાઈમલાઈન મુજબ પૂર્ણ કરવાની સૂચના આપી છે અને આ મુદ્દે વધુ સુનાવણી 11 એપ્રિલ, 2025ના રોજ રાખવામાં આવી છે.

આ ભરતીમાં PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) માટે 475 જગ્યાઓનો સમાવેશ છે. હાઈકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે ભરતીની સમયરેખા અને પ્રક્રિયાની વિગતવાર માહિતી માંગી છે, જેથી ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયસર પૂર્ણ થઈ શકે.

Join WhatsApp

Join Now

Leave a Comment