સરકાર કર્મચારી અને મંત્રીઓ માટે મોટા સમાચાર, નાણાં વિભાગે પ્રવાસને લઈને TA-DAમાં કર્યા ફેરફાર

ta/da rules for central government employees 2024

સરકાર કર્મચારી અને મંત્રીઓ માટે મોટા સમાચાર, નાણાં વિભાગે પ્રવાસને લઈને TA-DAમાં કર્યા ફેરફાર ગુજરાત સરકાર દ્વારા નવેમ્બરના 8, 2024ના રોજ નાણા વિભાગના ઠરાવ હેઠળ, સાતમા પગાર પંચ અનુસાર સરકારી કર્મચારીઓના મુસાફરી ભથ્થા, દૈનિક ભથ્થા, ટ્રાન્સફર પર મુસાફરી ભથ્થા અને નિવૃત્ત કર્મચારીઓની મુસાફરી ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. ta/da rules for central government employees 2024

ભથ્થા દરમાં સુધારો: નવા પગાર માળખામાં 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવેલ સુધારાઓ મુજબ મુસાફરી અને દૈનિક ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાન્સફર પર અને નિવૃત્ત કર્મચારીઓના મુસાફરી ભથ્થા સુધારા પણ સામેલ છે.

હવાઈ મુસાફરી માટે નિયમ:

પે સ્કેલ લેવલ 10 અથવા તેથી ઉપરના અધિકારીઓને જ હવાઈ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, હવાઈ મુસાફરીનો વ્યાજબી ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે, 500 કિલોમીટરના અંતરે જ હવાઈ મુસાફરી કરવાની મંજૂરી છે.

પ્રથમ કે બિઝનેસ ક્લાસ પર પ્રતિબંધ:

કોઈપણ અધિકારી અથવા મંત્રીઓ માટે ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી ન કરવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ખર્ચને નિયંત્રિત રાખી શકાય.

ટ્રેન મુસાફરીમાં કેટેગરી:

ટ્રેનમાં મુસાફરીની જોગવાઈઓ પે મેટ્રિક્સ મુજબ અલગ-અલગ કેટેગરીમાં વહેંચાઈ છે.

નાણાં વિભાગે આ નિયમોને વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરી છે, જેનો હેતુ છે કે સરકારી ખર્ચને નિયંત્રિત કરવા સાથે મુસાફરીમાં યોગ્યતા અને મર્યાદા રહે.

Join WhatsApp

Join Now

Leave a Comment