BAPS Karyakar Suvarna Mahotsav : અમદાવાદ શહેરજનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌ જાણતા જશો કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેને ધ્યાને રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર ધાર્મિક સંસ્થાનું આટલો મોટો અદભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ઘણા બધા રસ્તાઓ અમદાવાદના બંધ કરી દેવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ મુખ્ય માર્ગો વિશે વિગતવાર માહિતી આપીશું આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ થી માંડીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહિત્ય અને રાજનેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે
વધુમાં જણાવી દઈએ તો અદભુત મહોત્સવ કાર્યક્રમમાં વિશ્વના લગભગ 13 દેશોમાં અને એક લાખથી વધુ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન 2,000થી પણ વધુ સ્વયંસેવકો વિવિધ રજૂઆતો કરે તેવી શક્યતાઓ છે. પરંતુ આજે અમે તમને આ લેખના માધ્યમથી હાલમાં જે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રસ્તા પરથી અવરજવર કરતા હોય તેમના માટે મહત્વની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તે સૂચના વિશે અમે તમને આ મહત્વપૂર્ણ સમાચાર લેખના માધ્યમથી જણાવીશું
જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી અવરજવર કરે છે અથવા તે તરફ અવરજવર રસ્તાઓ પર ટ્રાવેલિંગ કરે છે ત્યારે તપોવન સર્કલ થી માંડીને ongc ચાર રસ્તાથી પાવર હાઉસ બાજુ જઈ શકે છે પરંતુ કૃપા ટીથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફ અવર – જવર કરી શકાશે બીજી તરફ એસપી રીંગ રોડ પર નાના ચિલોડાથી સુધીના રોડ પર ભારે વાહનોની અવરજવર માટે હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે