હવે ATMમાંથી BSNL સિમ આપવામાં આવશે, IMCમાં જોવા મળી નવી ટેક્નોલોજી BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024 દરમિયાન સિમ વેન્ડિંગ મશીનનું પ્રદર્શન કર્યું છે. આ મશીનો જાહેર સ્થળોએ જેમ કે રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેનાથી વપરાશકર્તાઓને BSNL સિમ કાર્ડ ગમે ત્યારે, ગમે ત્યાં ખરીદવાની સુવિધા મળશે. આ મશીનો એટીએમ જેવી વ્યવસ્થાથી કાર્ય કરશે, જેથી ગ્રાહકોને BSNL ઓફિસ કે સ્ટોરની મુલાકાત લેવા વિના જ નવી સિમ કાર્ડ પ્રાપ્ત કરી શકશે.
BSNLનો આ પગલું ટેલિકોમ ગ્રાહકોની સુવિધા વધારવા અને 4G સેવાઓના ઝડપથી પ્રસાર માટે ઊભર્યું છે. સાથે જ, કંપનીએ 5G સેવાઓના પ્રારંભ માટે પણ 2025ના જૂનથી કામ કરવાની યોજના બનાવી છે. BSNL Showcase Automatic
સિમ વેન્ડિંગ મશીન ઉપરાંત, BSNLએ આ ઇવેન્ટમાં AI અને મશીન લર્નિંગ પર આધારિત સ્પામ કોલ ડિટેક્શન સિસ્ટમ અને સેટેલાઇટ કનેક્ટિવિટી સેવાઓના પ્રદર્શનની પણ જાહેરાત કરી છે