Gujarat Weather : ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા પણ કરી રહ્યા છે અને ગરમ કપડા પણ પહેરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધારે વધશે. વધુમાં જણાવી દઈએ તો સૌરાષ્ટ્રમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સીઝનનું સૌથી ઓછું સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વધુમાં આપ સૌને જણાવી દે તો સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ ઠંડો પવન ફૂંકાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર જિલ્લામાં ઠંડો પવન ફૂંકાય રહ્યો છે અને બરફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં જણાવી દઈએ તો રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5.9 ડીગ્રી તાપમાન ઘટ્યું હતું અને સૌથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ ઠંડી વધારે પડી રહી છે એક ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાથી લઘુતમ તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું હતું આ સાથે જ વડોદરા શહેરમાં સામાન્ય કરતાં 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં વડોદરા શહેરમાં પણ ઠંડીનું જોર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં પણ 1.3 ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 15.8 ડીગ્રી નોંધાયું હતું સાથે જ દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે