Gujarati News: ગુજરાતમાંથી ફરી એકવાર ઝડપાયો 44 લાખનો વિદેશી દારૂ, 31 ડિસેમ્બર પહેલા પોલીસને મળી સફળતા

Gujarati News: વધુમાં જણાવી દઈએ તો કુલ ,17,600  નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે સાથે જ બે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી શામળાજી પોલીસની મોટી સફળતા મળી છે બીજા રાજ્યોમાંથી બોર્ડર ક્રોસ કરી ગુજરાત આવતા બુટલેગરો બેફામ બન્યા છે જેને ડામવા માટે પોલીસ પણ સતત પ્રયાસ કરી રહી છે ત્યારે હવે અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી

આ સમગ્ર ઘટના વિશે વિગતવાર જણાવી દઈએ તો પોલીસની કડક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની હાડમાં દારૂ સંતાડીને લઈ આવતી એક ટ્રક ઝડપાઈ હતી જેમાં અંદાજિત 44 લાખનું દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે શામળાજી પોલીસની તપાસમાં દારૂખોશાળનાર ટ્રકને તેમજ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે 

પોલીસના આટલા કડક ચેકીંગ વચ્ચે પણ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અલગ અલગ કીમિયા અપનાવે છે. એક ટ્રકમાં પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની આડમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે અન્ય એક ટ્રકમાં લાકડાની પેટીઓ અને ટાયરની આડમાં સંતાડીને દારૂ ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો, પરંતુ શામળાજી પોલીસની સતર્કતાથી બુટલેગરોના ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા અને આટલી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment