સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે અને ચાંદીના ભાવ તો સીધા 1 લાખની સપાટીને પણ પાર કરી ગયા છે. ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની તેજ માંગ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના પગલે કિંમતોમાં આ તેજી નોંધાઈ રહી છે. gold price rises 100000 silver crosses 101000
આજના તાજા ભાવ
- 99.9% શુદ્ધ સોનું: ₹ 98,650 પ્રતિ 10 ગ્રામ (₹200નો વધારો)
- 99.5% શુદ્ધ સોનું: ₹ 98,200 પ્રતિ 10 ગ્રામ (₹200નો વધારો)
- ચાંદી: ₹ 1,01,200 પ્રતિ કિલો (₹2,040નો મોટો ઉછાળો)
છેલ્લાં 3 દિવસમાં ભાવોની હિલચાલ:
તારીખ | 99.9% શુદ્ધ સોનું | ચાંદી (પ્રતિ કિલો) |
---|---|---|
મંગળવાર | ₹96,540 (ઘટાવો ₹490) | ₹97,500 |
બુધવાર | ₹98,450 (વધારો ₹1,910) | ₹99,160 (વધારો ₹1,660) |
ગુરુવાર | ₹98,650 (વધારો ₹200) | ₹1,01,200 (વધારો ₹2,040) |
વિશ્વ બજાર અને રાજકીય તણાવનો અસરકારક અસર:
દિલ્હી સ્થિત અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતા જણાવે છે કે, “યુએસ ડોલર દબાણમાં રહેતાં અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે રોકાણકારોનું ધ્યાન સલામત રોકાણ તરીકે સોનામાં વળ્યું છે.”