ગુજરાત પોલીસકર્મીઓ માટે સારા સમાચાર, વર્ષના અંતિમ દિવસે 240 ASI ને મળશે પ્રમોશન. ગુજરાત પોલીસ વિભાગ માટે વર્ષ 2024 અનેક પ્રોત્સાહક અને સકારાત્મક નિર્ણયોનું સાક્ષી બન્યું છે. છેલ્લા દિવસે, 30મી ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યના 240 સહાયક ઉપ નિરીક્ષકો (ASI)ને બઢતી આપવામાં આવી છે, જેના કારણે પોલીસ દળમાં ખુશીનો માહોલ છે. Good News For Gujarat Policemen
આ વર્ષ દરમિયાન કુલ 6770 પોલીસ કર્મચારીઓએ બઢતી મેળવી છે, જેમાં 341 PSIને PI તરીકે, 397 ASIને PSI તરીકે, 2445 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે અને 3356 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે. આ ઉપરાંત, 231 કારકુન કર્મચારીઓએ પણ બઢતીનો લાભ લીધો છે.
સમયસર બઢતીથી વધ્યું મનોબળ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બઢતી પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી કર્મચારીઓના અધિકારોનું સન્માન થાય અને તેમની કાર્યક્ષમતા વધે. સમયસર બઢતી અને યોગ્ય પ્રશિક્ષણ મળવાથી કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
થર્ટી ફર્સ્ટ ની પાર્ટી કરવા માટે અહીં મળે છે સસ્તો દારૂ ,જાણો ક્યાં છે? આ સ્થળ
પોતાના કુટુંબ માટે ખુશીની લહેર
પોલીસકર્મીઓની બઢતી માત્ર તેમના વ્યવસાયિક જીવનમાં જ નહીં, પરંતુ તેમના પરિવારજનોના જીવનમાં પણ બદલાવ લાવે છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓ વધુ ઉત્સાહિત થયા છે અને રાજ્યના કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પ્રેરિત થયા છે.
વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ પ્રગતિ
રાજ્ય પોલીસ વડાના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ વિભાગ માટે પ્રોત્સાહનાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. બઢતીની આ સિદ્ધિ દ્વારા પોલીસ દળને નવી શક્તિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.