ઘરે બેઠા જ કર્યું 1.38 કરોડ લોકોએ રેશનકાર્ડનું કેવાયસી, તમે પણ અહીંથી કેવાયસી કરી શકો છો

Gujarat Ration Card e KYC online 2025

Gujarat Ration Card e KYC online 2025 રાજ્યના નાગરિકોને e-KYC પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા ‘માય-રેશન એપ’ દ્વારા e-KYC પૂર્ણ કર્યું છે, જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, વિવિધ માધ્યમો જેવા કે ‘માય-રેશન એપ‘, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક અને આંગણવાડી દ્વારા અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

આધારકીટ સંખ્યામાં વધારો અને મોનિટરિંગ માટે પ્રયાસો

પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, હાલ રાજ્યમાં 4,376 આધારકીટ કાર્યરત છે, જેમાં જનસેવા કેન્દ્રો દ્વારા 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગે 226, આંગણવાડીમાં 311 અને પોસ્ટ તથા બેંક દ્વારા 2,787 આધારકીટ ચલાવવામાં આવી રહી છે. નાગરિકોને વધુ સરળતા માટે સરકાર નવી 1,000 આધારકીટ કાર્યરત કરવાની યોજના બનાવી રહી છે.

તમે પણ અહીંથી કેવાયસી કરી શકો છો

રેશનકાર્ડનું કેવાયસી

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, e-KYC પ્રક્રિયામાં આધારકાર્ડ પર પુરવઠા વિભાગનો આધાર રહે છે. UIDAI દ્વારા આધારકાર્ડમાં જરૂરી સુધારાઓ પૂર્ણ થાય ત્યારબાદ જ e-KYC શક્ય છે. આ માટે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને કામની અસરકારકતા વધારવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment