12 વાગે બંધ નહિ થાય ગુજરાતમાં નવરાત્રિમાં હવે આખી રાત ગરબે ઘૂમવાની મંજૂરી, ખેલૈયાઓમાં ખુશીની લહેર ,સરકારની જાહેરાત

harsh sanghvi people play garba all night

12 વાગે બંધ નહિ થાય ગુજરાતમાં નવરાત્રિમાં હવે આખી રાત ગરબે ઘૂમવાની મંજૂરી, ખેલૈયાઓમાં ખુશીની લહેર ,સરકારની જાહેરાત

અમદાવાદ: નવરાત્રિ તહેવાર નજીક છે અને ગુજરાતમાં ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રિ ખાસ ખુશીની સાથેથી આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ખેલૈયાઓ હવે આખી રાત ગરબા રમવાની મજા માણી શકશે. નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ગરબાની છૂટછાટ આપવામાં આવી છે.

ગુજરાતમાં હર્ષ સંઘવીએ આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરીને જણાવ્યું કે, “ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે?” ખેલૈયાઓને મન મુકીને ગરબા રમી શકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમામ લોકોના હિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માન્યતા આપી છે, અને હવે સમગ્ર રાજ્યમાં મોડી રાત સુધી ગરબા રમવાની લીલીઝંડી મળી ગઈ છે.

ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગૃહ રાજ્યમંત્રીએ સલાહો આપી છે કે નાગરિકો ગરબાની જગ્યા અને સાથીદારોના સંપર્ક નંબર પરિવારજનોને આપીને જ જતા રહે. ઉપરાંત, ગૂગલ લોકેશન ફિચર હંમેશા ચાલુ રાખવું, અજાણી વ્યક્તિઓ દ્વારા આપેલા પીણાં કે ખોરાક ન લેવું, અને સોશિયલ મીડિયામાં અપરિચિત લોકો સાથે વ્યક્તિગત માહિતી કે ફોટા શેર ન કરવાની તકેદારી રાખવી.

આ જાહેરાતના થતાની સાથે જ રાજ્યના ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ, વેપારીઓને પણ મોડી રાત સુધી વેપાર કરવાની મંજૂરી મળતા, રમતગમત સાથે વેપાર સજીવન થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment