જૈન તીર્થસ્થળ પાલિતાણાને જોડતા રસ્તાના માટે રૂ. ૫૨ કરોડ ફાળવવામાં આવ્યા

Palitana Road Funding ₹52 Crore

જૈન તીર્થસ્થળ પાલિતાણાને જોડતા રસ્તાના માટે રૂ. ૫૨ કરોડ ફાળવવામાં આવ્યા પાલિતાણા તીર્થસ્થળ માટે રૂ. ૫૨ કરોડના નવા રસ્તા અને પુલોના વિકાસકાર્ય મંજૂર ગુજરાતમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખ્યાત જૈન તીર્થસ્થળ પાલિતાણાને જોડતા ૮૦૦ મીટરના રસ્તાઓના નવીનીકરણ અને નવા પુલના કામ માટે રૂ. ૫૧.૫૭ કરોડની મંજૂરી આપી છે. Palitana Road Funding ₹52 Crore

વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયાસો

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૪૪ મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો માટે કુલ રૂ. ૨,૨૬૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રયાસ અંતર્ગત, પાલિતાણા માટે ૨૪.૯૦ કિમી લંબાઈના છ રસ્તાઓ અને પુલોના નિર્માણ માટે અગાઉ રૂ. ૪૦.૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
હાલમાં, નવા ૮૦૦ મીટરના રસ્તાઓ અને પુલોના વિકાસ માટે વધારાના રૂ. ૫૧.૫૭ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી અત્યાર સુધી કુલ ૨૫.૭૦ કિમીના રસ્તાઓ માટે રૂ. ૯૨.૦૭ કરોડ ફાળવાઈ ચૂક્યા છે.

યાત્રીઓને મળશે વધુ સુવિધા અને સુરક્ષા Palitana Road Funding ₹52 Crore

આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે પાલિતાણામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સલામત અને સરળ મુસાફરી શક્ય બનશે. નવીન રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે યાત્રાધામ સુધી પહોંચવાનું અંતર ઓછું થશે, અને માર્ગોની સુદૃઢતા ટ્રાફિકની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને પાલિતાણા-તળાજા રોડના જંકશન પોઈન્ટ પર વારંવાર થતા ટ્રાફિક જામનો ઉકેલ આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment