રાજપૂત સમાજમાં દાખલો બેસાડયો કોચિંગ વિના GPSC પાસ કરી, મહિલા બાળ વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ

Passed GPSC

માત્ર સેલ્ફ સ્ટડીથી સફળતા મેળવી રાજપૂત સમાજમાં દાખલો બેસાડયો કોચિંગ વિના GPSC પાસ કરી, મહિલા બાળ વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ વાસણામાં રહેતા પિન્કીબહેન ઝાલાએ સીધી ભરતીમાં પાંચમો ક્રમ મેળવ્યો Passed GPSC, appointed as Women Child Development Officer

ઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ એ *ક કહેવતથી પ્રેરાઈને ઘણાં લોકોએ સમાજમાં આગવી નામના મેળવી છે ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય પિન્કીબહેન ઝાલાએ અથાગ મહેનત કરીને પ્રથમ પ્રયત્ને જીપીએસસી પરીક્ષા પાસ કરનાર રાજપૂત સમાજ (રાજસ્થાન)ની પહેલી મહિલા બની છે.

પિન્કીબહેન ઝાલાએ કહ્યું કે, ‘મારા પરિવારની સ્થિતિ મધ્યમ હતી. પિતા મુંબઇમાં રહેતા હતા એટલે ગ્રેજ્યુએશન ત્યાં કર્યું અને માસ્ટર્સ અમદાવાદમાં કર્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછીના થોડા સમયે મારા લગ્ન થયા હતા. મારા પતિને જીપીએસસી પરીક્ષા પાસ કરવાનું સ્વપ્ન હતું પણ તે સમયે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી તેને લીધે તેઓ તેમનું સ્વપ્ન પૂરું કરી શક્યા ન હતા. હું ઝાલા રાજપૂત સમાજ (રાજસ્થાન)ની મહિલા છું. અમારા સમાજમાં મહિલાઓ નોકરી કરી શકતી નથી. મારા પતિનું સ્વપ્ન હતું અને તેને પૂરું કરવા માટે મેં સંકલ્પ કર્યો હતો. કોઇપણ કોચિંગ વિના ઘરે રહી સેલ્ફ સ્ટડીથી તૈયારી શરૂ કરી હતી. પરિવારના સભ્યોએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. જનરલ નોલેજ મારું સારું હતું. માત્ર છ મહિનાની મહેનતથી મેં ૨૦૨૨માં જીપીએસસીની વર્ગ-૨ની સીધી ભરતીની લેખિત પરીક્ષા આપી હતી.

સોશિયલ મીડિયાના વીડિયો જોઈને ઈન્ટરવ્યૂની તૈયારી કરી

પ્રથમ પરીક્ષા પાસ કર્યા પછી મારો કોન્ફિડન્સ પણ વધ્યો હતો. ઇન્ટરવ્યૂના સમયે હું પ્રેગનેન્ટ હતી ત્યારે માત્ર સોશિયલ મીડિયાથી તૈયારી કરી હતી. દિવસનો મોટાભાગનો સમય મીરર સામે રહીને હું ઇન્ટરવ્યૂની તૈયારી કરતી હતી. ૬૯ ઉમેદવાર લેવાના હતા જેમાં મારો પાંચમો ક્રમ આવ્યો છે જે મારી મહેનતનું પરિણામ છે અને તેનાથી મારા પરિવારના સભ્યો ઘણાં ખુશ છે. હાલમાં જ ઓર્ડર મળ્યો છે અને હવે અમદાવાદ ઘટક-રમાં બાળ મહિલા વિકાસ યોજનાના અધિકારી તરીકે સેવા આપીશ.

જીપીએસસીની પરીક્ષા ઘણી અઘરી હોય છે પણ યોગ્ય દિશા સાથે મહેનત કરીને પ્રથમ પ્રયત્ને જનરલ કેટેગરીમાં મેં પાસ કરીને મારા પતિ અભયસિંઘ રાજપૂતનું સ્વપ્ર પૂર્ણ કરીને અમારા રાજપૂત સમાજની પહેલી મહિલા બની છું. મારા પતિ હાલ પોતાનો વ્યવસાય કરે છે. દરેક દિવસે વિવિધ ટોપિકની તૈયારી કરતી આ સાથે જૂના પેપર સોલ્યુશન પણ કર્યા હતા. દરેક સમાજની મહિલાઓ પોતાના સ્વપ્રનને પૂરા કરીને પોતાનું સ્વાભિમાન વધારવું જોઈએ.’

Join WhatsApp

Join Now

Leave a Comment