RBI MPC Meet 2024 :મોંઘી લોનમાંથી રાહત નહીં, RBIએ સતત દસમી વખત રેપો રેટમાં ફેરફાર કર્યો નથી
RBI મોનેટરી પોલિસી: રિઝર્વ બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે આજે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બજાર અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષા મુજબ રેપો રેટ 6.5% રાખ્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ યોજાયેલી નાણાકીય નીતિની બેઠકમાં, MPCએ નીતિ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો 5:1 મતથી નિર્ણય લીધો છે.
MPCએ સર્વસંમતિથી નક્કી કરેલા વલણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એમપીસીની બેઠકમાં ‘વિથડ્રોલ ઓફ એકોમોડેશન’માંથી ‘તટસ્થ’ વલણ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.