Gujarat Congress Politics : ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે સાથે જ મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે ત્યારે રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં નવા પ્રમુખોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસ મજબૂત અથવા વધુ એક મોટો નિર્ણય લઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે
જિલ્લા પ્રમુખોની શોધ માટે AICC નિરીક્ષકો સાથે કોંગ્રેસે ગુજરાતના મુખ્ય નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે એક નિરીક્ષક સાથે ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં પાંચ સભ્યોની ટીમ આગામી 23 એપ્રિલની સોપાયેલી જિલ્લાઓના પ્રવાસે જશે તેવું નક્કી કરવામાં આવ્યું છે સાથે જ સંગઠનના હોદ્દેદારોને જિલ્લા પ્રમુખની પસંદગી કરવામાં આવશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
મળતી વિગતો અનુસાર કોંગ્રેસે પોતાના ગુમાવેલા ગઢ પરત મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે સાથે સ્થાનિક લેવલે સપોર્ટ મેળવવાની પણ પ્રયાસ કરી રહી છે સાથે જ સ્થાનિક કક્ષાએથી મળેલી ફીડબેકના આધારે પ્રદેશમાં રિપોર્ટ કરવામાં આવશે સાથે જ રિપોર્ટના આધારે મે મહિનાના અંત સુધીમાં પ્રમુખોને નિમણૂક કરવામાં આવે તેવી માહિતી મીડિયા અહેવાલોમાં સામે આવી છે