શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારો કરવાની માંગણી એજ્યુકેશન રિપોર્ટર | રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની દ્વિસ્તરીય પરીક્ષા યોજાઈ હતી, જેમાં કુલ 38,730 ઉમેદવારો પાસ થયા હતા. તાજેતરમાં, ભાવનગર ખાતે કલેક્ટરને રાજયના શૈક્ષણિક ખાલી જગ્યાઓના પ્રશ્ન પર રજૂઆત કરવામાં આવી છે. shikshan sahayak bharti 2024
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 15,000થી વધુ શિક્ષણ સહાયકોની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 સુધીમાં ઘણા શિક્ષક સહાયકો નિવૃત્ત થવાના હોવાથી ખાલી જગ્યા વધુ વધી શકે છે. વિનંતી કરવામાં આવી છે કે,
માત્ર 7,500 શિક્ષણ સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખાલી પડેલી કુલ જગ્યાઓની સામે ખૂબ ઓછો છે.
5,700 જૂના શિક્ષકો અને 1,200 આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓને આગામી ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે.
આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય.