શર્મસાર કરતી એક ગોજારી ઘટના સામે આવી છે, અસ્થિર યુવતી સાથે તેના સાવકા સગીર ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું

The volatile girl was molested by her step-minor nephew

મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા તાલુકામાં એક માનવીય સંબંધોને શર્મસાર કરતી દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં માનસિક રીતે અસ્થિર યુવતી સાથે તેના સાવકા સગીર ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પીડિતાની માતા અને ભાઈએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે ખંભાળિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. The volatile girl was molested by her step-minor nephew

આ યુવતી તેના ભાઈના ઘરે રહેવા ગઈ હતી, જ્યાં તેના સાવકા ભત્રીજાએ શોષણ કર્યું. આરોપીએ પહેલાં બીભત્સ ફોટા બતાવ્યા અને પછી મોઢે ડૂચો દઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. ગભરાયેલી યુવતીએ આ ઘટના પોતાની માતાને જણાવી, ત્યારબાદ તેમની માતા અને ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે આરોપીને અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે, અને પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment