Accident : સુરતના કામરેજમાં ટ્રક ચાલકે પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા

Accident : સુરતમાં ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં પોલીસ કર્મચારીઓને ઈજા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે મળતી વિગતો અનુસાર સુરતના કામરેજ ના નવાગામ પાસે  ટ્રકે વાહનોને કોકરે ચડાવ્યા હતા જેમાં નવાગામ બ્રિજ ઉપર એક પીકપ બોલેરો પલટી મારી ગઈ હતી સાથે જ ટ્રાફિક સમસ્યા પણ સર્જાઇ હતી જિલ્લા ટ્રાફિક પોલીસ અને  NHAI વિભાગની ટીમ  ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટ્રાફિકને દૂર કરવાનો પ્રયાસ હાથ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પૂર ઝડપે આવી  રહેલી ટ્રકે ટ્રાફિક પોલીસ વાન તેમ જ NHAI ની બોલેરો  જોરદાર ટક્કર મારી હતી જેમાં પીકપ બોલેરો અને ટેલરને અડફેટે લીધા હતા ટ્રકે બે પોલીસ કર્મચારી સહિત કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા જેમાં તેમને નાની મોટી ઈજા થઈ હોવાનું પણ જાણવા મળી રહે છે

પોલીસ કર્મચારીને અડફેટે લેતા સમગ્ર ઘટના સ્થળ પર ટ્રાફિક સર્જાયો હતો સાથે જ પીકઅપ bolero ચાલકનું મોત નીપજો હોવાનું સામે આવ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા હતા બે ઘાયલ પોલીસ ગરમીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અકસ્માત સર્જિત સ્થળ પર વાહન મૂકી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો પોલીસે ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે અને વધુ તપાસ કરવામાં આવી છે. સુરત શહેરની પરંતુ ગુજરાતમાં અવારનવાર આવા અકસ્માત સર્જાય છે ત્યારે વધુ એક અકસ્માતે ગુજરાતની જનતાનું ધ્યાન ખેંચ્યું છે સુરતના કામરેજમાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment