ખેડૂતોની હાલત અને સરકારની મદદ તમે ખેડૂત છો તો તમને ખબર હશે—ખેતીમાં જેટલો પરસેવો વહી જાય છે, એટલો જ જોખમ પણ રહે છે. પાક પર વરસાદ, ગરમી, તોફાન… કઈની અસર નહીં પડે? અને એ વચ્ચે જો સહાય કે યોજના સમયસર ન મળે તો આખું વર્ષ મુશ્કેલીમાં કાપવું પડે. એજ કારણે રાજ્ય સરકાર બાગાયત ક્ષેત્રે સહાય યોજનાઓ લઈને આવી છે. સારા સમાચાર એ છે કે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર 1 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 bagayat yojana gujarat 2025
આઈ-ખેડૂત પોર્ટલ કઈ યોજનાઓમાં લાભ મળશે?
આઈ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ 2025 સરકારે ખેડૂતો માટે ઘણી સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી છે. થોડા મુખ્ય કાર્યક્રમો આ પ્રમાણે છે:
- ફ્રુટ કવર સહાય:
આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ) માટે. - ક્રોપ કવર/બેગ:
કેળા અને પપૈયા પાક માટે. - શાકભાજી પાક માટે ક્રોપ કવર.
- પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન:
શાકભાજી પાકોમાં ઓર્ગેનિક ખેતી વધારવા સહાય. - ફળપાક ઉત્પાદકતા કાર્યક્રમો:
- પપૈયા
- કેળા (ટીસ્યુ કલ્ચર)
- આંબા અને જામફળ
- કમલમ (ડ્રેગનફ્રૂટ)
- નર્સરી અને ખેતી સહાય:
નાની નર્સરી (0.4 થી 1 હે.), સરગવાની ખેતી, ખારેક ટીસ્યુ કલ્ચર. - ઠંડક વ્યવસ્થા અને પ્રોસેસિંગ સહાય:
- નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3
- પ્રી કૂલિંગ યુનિટ
- કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ
- સોલાર ક્રોપ ડ્રાયર (24 કલાક બેકઅપ સાથે)
- સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ
- સોલાર કોલ્ડ રૂમ
આઈ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના 2025 અરજી કેવી રીતે કરવી?
ખેડૂત મિત્રો, પ્રક્રિયા જટિલ નથી, પણ ધ્યાન રાખવો જરૂરી છે.
bagayat yojana gujarat 2025 સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન:
- સૌપ્રથમ નોંધણી કરો
ikhedut.gujarat.gov.in પર જઈ “પોર્ટલ 2.0” પર નવા યૂઝર તરીકે નોંધણી કરો. - યોગના પસંદ કરો
બાગાયત વિભાગની કઈ સહાય લેવા માંગો છો તે પસંદ કરો. - જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આધાર કાર્ડ
- જમીનના દસ્તાવેજો
- બેંક પાસબુકની નકલ
- અરજી સંબંધિત અન્ય પુરાવા
- અરજી કન્ફર્મ કરો અને પ્રિન્ટ લો
કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી પોતે પાસે રાખવી જરૂરી છે. - મંજુરી પછી ક્લેઇમ સબમિટ કરો
મંજૂરીની નકલ સાથે સહી કરી અને જરૂરી દસ્તાવેજો જોડીને જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે જમા કરાવવાની રહેશે.
ખેડૂતો માટે ઉપયોગી ટીપ્સ
- છેલ્લી ઘડીએ રાહ ના જુઓ. 1 સપ્ટેમ્બર 2025 અંતિમ તારીખ છે.
- દસ્તાવેજો સ્કેન અને સ્પષ્ટ હોવા જોઈએ.
- જો ઑનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી આવે તો નજીકના કૃષિ સહાય કેન્દ્ર અથવા CSC સેન્ટર પર મદદ લઈ શકો.